રાહત / યુએસ-ચીનના ટ્રેડવોરની સમાપ્તિના સંકેતથી હાશકારો, જાણો ભારત માટે કેમ સકારાત્મક સમાચાર

us china trade war end will benefit to india

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધનો અંત ભારત માટે પણ સકારાત્મક રહેશે. અનિશ્ચિતતાના અંત આવશે તો  રોકાણકારોનું જોખમ લેવાનું વલણ રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. દુનિયાભરનાં શેર બજારોએ આ સમચારને ઉછાળા સાથે આવકાર્યા હતા.અને અમેરિકા જ નહીં ભારત સહિત ઘણાં એશિયન બજારો પણ આ સમાચારોથી તેજી જોઇ રહ્યાં છે. ચીન તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી, જે બજારના ઉત્સાહને જોતાં થોડું વિચિત્ર લાગે છે. પરંતુ અમેરિકાનું મીડિયા કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે. હવે તેની સત્તાવાર જાહેરાત જ બાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ