બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:02 PM, 21 March 2020
ADVERTISEMENT
વિદેશ મંત્રીએ કહ્યું છે કે જો આ દેશોએ કોરોના વાયરસને લઇને સાચી જાણકારી આપી હોત તો તેને ફેલાતો અટકાવી શકાયો હોત.
ADVERTISEMENT
શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોમ્પિયોએ કહ્યું, કોરોનાને લઇને ખોટી માહિતી ફેલાવાઇ રહી છે. આ માટે જરુરી છે કે જે કોઇને પણ તેને સંબંધિત કોઇ જાણકારી મળે છે, તે સોર્સની તપાસ જરૂર કરે. ઘણા 'ખરાબ એક્ટર' અફવા ફેલાવી રહ્યા છે જે પૂર્ણ રીતે ખોટું છે.
તેઓએ આગળ કહ્યું કે, હું ખોટી જાણકારી વિશે વાત કરવા માંગુ છું. જે ટ્વિટર સહીત ઘણી સોશિયલ સાઇટ્સ પર આખી દુનિયામાં ફરી રહી છે. તેમાંથી કેટલીક સરકાર તરફથી આવી રહી છે. જ્યારે ઘણી અન્ય લોકો દ્વારા ફેલાવાઇ રહી છે.
પોમ્પિયોએ ખોટી માહિતી ફેલાવનાર ત્રણ દેશોની ઓળખ કરી છે. તેઓએ કહ્યું કે દુર્ભાગ્યથી ચીન, રશિયા અને ઇરાન જેવા દેશો તરફથી આ ફેલાવાઇ રહી છે. જ્યારે અમે કોરોના વાયરસને ફેલાતો રોકવાની કોશિશ કરી રહ્યા છે.
તેઓએ કહ્યું કે ઘણી જગ્યાએ એવી સૂચના આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસ અમેરિકી સેનાને કારણે પેદા થયો છે. આ કારણે અમેરિકામાં લૉક ડાઉન કરવામાં આવ્યું છે. તમામ દેશવાસીઓને અપીલ છે કે તેઓ આ જરૂર ચેક કરે તેઓને આ પ્રકારની જાણકારી ક્યાંથી મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.