બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / AUDIO: 'મને ખબર નથી પડતી કે વીડિયો કેવી રીતે બહાર આવ્યો' ઉર્વશી રૌતેલાએ મેનેજેરને તતડાવ્યો
Last Updated: 07:23 PM, 18 July 2024
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના એક એડલ્ટ વીડિયોને લઈને ચર્ચામાં આવી હતી. જે બાથરૂમનો વીડિયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો અને હાહાકાર મચાવી દીધી. તેના બાથરૂમનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રીની એક ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
આ ઓડિયો ક્લિપમાં અભિનેત્રી તેના મેનેજર સાથે વાત કરતી સંભળાય છે, જેના પર તે ખૂબ ગુસ્સે થઈ રહી છે. અભિનેત્રીની આ ઓડિયો ક્લિપ પણ પુર ઝડપે વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
Leaked Phone Call: Urvashi Rautela Blasts Manager Over Bathroom Video Leak
— India Forums (@indiaforums) July 18, 2024
What do you think its real or staged?
.
.#urvashirautela #bollywood #indiaforums #if pic.twitter.com/SMA30vwOoH
ઓડિયો ક્લિપમાં ઉર્વશી તેના મેનેજરને પૂછતી સાંભળી શકાય છે, 'તમે વીડિયો જોયો છે? મને સમજાતું નથી કે આ વસ્તુઓ કેવી રીતે બહાર આવી શકે? મારે તરત જ તેની સાથે કોલ પર વાત કરવી છે. અભિનેત્રીના મેનેજર તેને ખાતરી આપી રહ્યા છે કે તેઓ તે વીડિયોને સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે, 'તેઓ સમજે છે કે આ એક મુશ્કેલી વધારનારી બાબત છે' અને તેઓએ કોલ પર તેના વિશે વાત ન કરવી જોઈએ.
તેના મેનેજરની આ વાત સાંભળીને ઉર્વશી વધુ ગુસ્સે થાય છે અને પૂછે છે કે આપણે કોલ પર કેમ વાત ન કરવી જોઈએ? જો કે તેના મેનેજર પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું એક્ટ્રેસનો ફોન પણ ટેપ થઈ રહ્યો છે? તેના મેનેજરે આ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે કે પછી કંઈક બીજું છે? જો કે VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપ સાચી છે કે નહીં તેની પુષ્ટિ કરતું નથી.
વધુ વાંચો : જ્હાન્વી કપૂરના હાલ બેહાલ, તાત્કાલિક હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ, જાણો શું બન્યું?
આ સિવાય ઘણા યુઝર્સ એવું પણ માને છે કે આ એક્ટ્રેસનો પબ્લિસિટી સ્ટંટ છે, જેથી મામલો જલ્દી ઠંડો પડી જાય. અત્યારે ભલે ગમે તે હોય. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાઈ-ઓક્ટેન સીન શૂટ કરતી વખતે તેને ફ્રેક્ચર થયું હતું. તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'NBK 109'માં જોવા મળશે, જેના ત્રીજા શેડ્યૂલમાં આ અકસ્માત થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.