બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 09:53 PM, 5 December 2019
ADVERTISEMENT
રિપોર્ટ્સનું માનીએ તો ભારતમાં ઉર્વશી માત્ર 1 કલાક માટે પોતાના પર્ફોર્મન્સ માટે રૂપિયા 3 કરોડ ચાર્જ કરી રહી છે. ભારતમાં એક કલાકના પર્ફોર્મન્સ માટે આ પહેલાં કોઈ પણ કલાકારે આટલી મોટી ફી વસૂલી નથી. ઉર્વશીને મળનારી કિંમત એક મોટો રેકોર્ડ કહી શકાય છે. પોતાના એક કલાકના પર્ફોર્મન્સથી તે મુંબઈમાં ઘર ખરીદી શકે છે.
ઇવેન્ટમાં પોતાના હીટ સૉન્ગ્સ પર કરશે પરફોર્મ
ADVERTISEMENT
ઇવેન્ટમાં પોતાના હીટ સૉન્ગ્સ પર પર્ફોર્મ કરતી નજરે આવશે જેમાં ડેડી મમ્મી, હસીનો કા દીવાના અને પાગલપંતીના સૉન્ગ્સ શામેલ છે. આ ઉપરાંત ટોની કક્કડની સાથે હીટ થયેલું તેનું ગીત 'બિજલી કી તાર પર' પણ ડાન્સ કરશે.
ઉર્વશી પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ હાલમાં જ ફિલ્મ પાગલપંતીમાં નજર આવી હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી, કૃતિ ખરબંદ, પુલકિત સમ્રાટ અને ઈલિયાના ડી'ક્રૂઝ જેવા કલાકારો પણ હતાં.
અનીસ બઝ્મીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખાસ પરફૉર્મ નથી કર્યુ. આ ફિલ્મ બાદ હવે તે તમિલ ફિલ્મ થિરુટુ પાયાલેની રિમેકમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું ડાયરેક્શન સુશી ગણેશને કર્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.