બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Urvashi Rautela, who finally left Australia and came to India, said on social media, "My heart is broken, but now I'm moving on..
Priyakant
Last Updated: 12:57 PM, 25 October 2022
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમ મેચ રમવા મેદાનમાં ઉતરે છે ત્યારે ઉર્વશી રૌતેલાનું નામ ટ્રેન્ડ થવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે ઉર્વશી ટી-20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી ત્યારે તેની ઘણી ચર્ચા થઈ હતી. વાત જાણે એમ છે કે, તાજેતરમાં ઉર્વશી રૌતેલા ટી-20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી, ત્યારે લોકોએ વિચાર્યું હતું કે, તે હવે તમામ મેચનો આનંદ ઉઠાવશે. પરંતુ ઉર્વશીએ હવે ઓસ્ટ્રેલિયા છોડી દીધું છે. અભિનેત્રીએ પોતે આ વિશે અપડેટ આપી છે.
ADVERTISEMENT
રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે શાનદાર મેચ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવી મોટી જીત મેળવી હતી. પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતની સમગ્ર દેશે ઉજવણી કરી હતી. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધા જ ભારતની જીતની ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થઈ ત્યારે ઉર્વશી રૌતેલા પણ ઓસ્ટ્રેલિયામાં હતી. પરંતુ ભારતની શાનદાર જીત બાદ હવે ઉર્વશીએ ઓસ્ટ્રેલિયા છોડી દીધું છે.
મારુ દિલ તૂટયું પણ હવે મૂવઑન કરવાનો સમય: ઉર્વશી
ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફ્લાઈટમાંથી તેની તસવીરો પોસ્ટ કરી છે. ફોટો શેર કરવાની સાથે જ ઉર્વશીએ એક એવું કેપ્શન લખ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉર્વશીએ લખ્યું- જવાની વાતને કારણે મારું હૃદય તૂટી રહ્યું છે… પરંતુ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.
જોકે ઉર્વશીની આ પોસ્ટ પણ તેની બાકીની પોસ્ટની જેમ તેને જોઈને વાયરલ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સે ઉર્વશીની પોસ્ટ પર કોમેન્ટ કરીને મસ્તી કરવાનું શરૂ કર્યું. કેટલાક યુઝર્સે કહ્યું કે ઋષભ પંત મેચ ન રમ્યો તેથી ઉર્વશી પાછી આવી. યુઝરે લખ્યું- ઈન્ડિયા ઈઝ બેક, કારણ કે આરપી ભાઈનથી રમી રહ્યા. અન્ય એક યુઝરે લખ્યું- અત્યારે કોની યાદ આવી રહી છે ? મહત્વનું છે કે, ઋષભ પંત રવિવારે પાકિસ્તાન સામે ભારતની મેચમાં રમ્યો નહોતો. તેથી જ ઉર્વશીએ ઓસ્ટ્રેલિયા છોડ્યા બાદ ઘણા યુઝર્સ અભિનેત્રીની મજાક ઉડાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT