બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 02:50 PM, 11 September 2022
ADVERTISEMENT
ઉર્વશી રૌતેલાએ શેર કર્યો હતો નસીમ શાહ સાથે પોતાનો ફેન મેડ વિડીયો
પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર નસીમ શાહ અને બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આજકાલ ઘણા ચર્ચામાં છે. ઉર્વશીએ અમુક દિવસો પહેલા નસીમ શાહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, ત્યારથી જ તે ખૂબ જ ટ્રોલ થઇ રહી હતી. આ મુદ્દા પર ઉર્વશી રૌતેલાએ સ્પષ્ટતા આપી છે.
ADVERTISEMENT
ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર ફેન મેડ એડિટ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં ઉર્વશી અને નસીમ શાહ જોવા મળે છે.
નસીમે કહ્યું હું ઉર્વશીને નથી ઓળખતો
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં નસીમ શાહને જ્યારે ઉર્વશી રૌતેલા વિષે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે મને તો ખબર જ નથી કે ઉર્વશી કોણ છે, આ પ્રકારનો મારો કોઈ પ્લાન નથી. અત્યારે માત્ર ક્રિકેટ પર ધ્યાન છે.
મારી ટીમે વિડીયો શેર કર્યો હતો - ઉર્વશી રૌતેલા
ઉર્વશી રૌતેલાએ હવે આ મુદ્દા પર ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે થોડા દિવસો પહેલા મારી ટીમે ફેન મેડ એડિટ વિડિયોઝને મારા તરફથી વિડીયોમાં કોણ છે એ જાણકારી વિના શેર કર્યા હતા. મીડિયાને રીક્વેસ્ટ છે કે આ મુદ્દા પર કોઈ ન્યુઝ ન બનાવે. તમારા સૌનો ધન્યવાદ અને પ્રેમ.
નસીમ શાહ એશિયા કપ 2022માં પાકિસ્તાનની ટીમનો ભાગ છે. તેમણે અફઘાનિસ્તાન સામે બે બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી, આ મેચ બાદ તેમની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.
આ પહેલા ઉર્વશી રૌતેલાનું નામ ભારતીય ખેલાડી ઋશભ પંત સાથે જોડાયું હતું. એશિયા કપ પહેલા જ સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT