બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / urvashi rautela says she didn't say sorry to rishabh pant

સ્પષ્ટતા / SORRY મારા ફેન્સ માટે હતું...: રિષભ પંતની માફી માંગવા મુદ્દે ઉર્વશીએ કર્યો ખુલાસો, વ્યક્ત કર્યો રોષ

Jaydeep Shah

Last Updated: 02:01 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્વશી રૌતેલાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે આઈ એમ સોરી કહેતા જોવા મળે છે. આ વિડીયોને લઈને હવે અભિનેત્રીએ સ્પષ્ટતા આપી છે.

  • ઉર્વશીએ કહ્યું મેં સોરી મારા ચાહકોને કહ્યું હતું 
  • એક્ટ્રેસનો આઈ એમ સોરી કહેતો વિડીયો વાયરલ 
  • ચર્ચાઓ ચાલતી હતી કે ઉર્વશીએ ઋષભ પંતને સોરી કહ્યું 

ઉર્વશીએ કહ્યું મેં સોરી મારા ચાહકોને કહ્યું હતું 

વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં ઉર્વશી રૌતેલા આઈ એમ સોરી કહેતા જોવા મળે છે. વિડીયોમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે ઋષભ પંતને શું મેસેજ આપવા માગશે. ત્યાર બાદથી ચર્ચાઓ ચાલી રહી છે કે ઉર્વશીએ ઋષભ પંતને સોરી કહ્યું. હવે અભિનેત્રીએ સ્પષ્તા આપી છે કે તે સોરી મારા ફેન્સ માટે અને ચાહકો માટે હતું કે મારી પાસે કહેવા માટે કંઈ નથી. તેણે કહ્યું કે આજકાલ મિમ પેજ તો ફિલ્મો અને ટીવી શોઝ કરતા પણ વધારે સ્ક્રિપ્ટેડ હોય છે. 

ઋષભ - ઉર્વશીને લઈને સોશિયલ મીડિયા પર બબાલ 

સોશિયલ મીડિયા પર હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્વશી ઋષભનું નામ આવવા પર આઈ એમ સોરી કહેતી જોવા મળે છે. જણાવી દઈએ કે ઉર્વશીને પૂછવામાં આવ્યું હતું કે આરપી માટે કોઈ મેસેજ છે તમારો, તમે થોડું ફેરવી રહ્યા છો, હું તમને સીધી વાત પૂછું છું.  ત્યારે ઉર્વશિએ કહ્યું કે સીધી બાત નો બકવાસ એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. હું બસ કહેવા માંગીશ.. હું શું કહેવા માંગીશ.. કંઇ નહીં સોરી, આઈ એમ સોરી. આ દરમિયાન તેણે હાથ પણ જોડ્યા હતા. 

ઉર્વશી રૌતેલા અને નસીમ શાહ 

જણાવી દઈએ કે આજકાલ ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પણ જોડવામાં આવે છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સિક્સર ફટકારીને  નસીમ શાહની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. ત્યાર બાદ ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નસીમ શાહ સાથે પોતાનો ફેન મેડ વિડીયો શેર કર્યો હતો અને સોશીયલ મીડિયા પર બબાલ મચી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant Urvashi Rautela ઉર્વશી રૌતેલા ઋષભ પંત Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ