urvashi rautela in uttarakhand for brother marriage clicked photos in the wedding ceremony
વેડીંગ /
ઉર્વશી રૌતેલા ભાઈના લગ્નમાં હાજરી આપવા ગામડે પહોંચી, હાજર લોકો સુંદરતા પર થયા ઓળઘોળ, જુઓ PHOTOS
Team VTV07:52 PM, 05 Dec 22
| Updated: 07:55 PM, 05 Dec 22
ઉર્વશી રૌતેલા હાલમાં ઉત્તરાખંડમાં એન્જોય કરી રહી છે. પોતાના ભાઈના લગ્નમાં સામેલ થવા માટે ઉર્વશી પોતાના પૈતૃક ગામ સકમુંડા પહોંચી છે. અહીં પહોંચીને ઉર્વશીએ સિદ્ધબલી મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી અને ભંડારામાં પ્રસાદ પણ ગ્રહણ કર્યો છે. ઉર્વશીની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
ઉર્વશી ભાઈના લગ્નમાં સામેલ થવા ઉત્તરાખંડ પહોંચી
સિદ્ધબલી મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી
ઉર્વશીની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં થઇ વાયરલ
ઉર્વશી પોતાના ભાઈના લગ્નમાં પહોંચી
ઉત્તરાખંડના આ ગામમાં પોતાના ભાઈના લગ્નમાં પહોંચેલી ઉર્વશીએ સિદ્ધબલી મંદિરમાં દર્શન કર્યા. અહીં પહોંચીને ઉર્વશીએ ફોટા પડાવ્યાં અને અર્ચના કર્યા બાદ ભંડારાનો પ્રસાદ ગ્રહણ કર્યો છે. ઉર્વશી ઉત્તરાખંડ સાથે સંબંધ ધરાવે છે. જયહરીખાલ પ્રખંડના સકમુંડામાંથી આવતી ઉર્વશી મુંબઈમાં રહે છે અને હાલમાં પોતાના ગામમાં શુભ અવસરનો આનંદ માણી રહી છે.
ભાઈના લગ્નમાં પહોંચી ઉર્વશી
મીડિયા રિપોર્ટસ મુજબ ઉર્વશી તેના ભાઈના લગ્નમાં પહોંચી છે. કોટદ્વાર સ્થિત દેવી રોડમાં તેના ઘરે આરામ કર્યા બાદ ઉર્વશી પૈતૃક ગામ સકમુંડા પહોંચી હતી. આ ગામમાં ઉર્વશી સ્કૂલની રજા દરમ્યાન એન્જોય કરતી હતી. હવે એક વખત ફરીથી ઉર્વશીને ભાઈનો પ્રેમ અહીં ખેંચી લાવ્યો છે. ઉર્વશીની સાથે તેની માં અને પિતા પણ ઉપસ્થિત છે. અહીં ભાઈના લગ્નમાં ઉર્વશી એન્જોય કરશે. ત્યારબાદ તે મુંબઈ પાછી જશે.
રિષભ પંતને લઇને ચર્ચામાં રહે છે ઉર્વશી
ઉર્વશી રૌતેલા અવાર-નવાર મીડિયામાં ચર્ચિત રહે છે. આ સાથે ક્રિકેટર રિષભ પંતને લઇને પણ ચર્ચામાં રહે છે. બંનેના સંબંધોના સમાચાર સામે આવ્યાં હતા. જો કે, બંને મહાનુભાવોએ આ સમાચારથી અંતર બનાવ્યું છે.