બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / urvashi rautela dress cost more than your annual salary cost whopping See video

ના હોય! / ઉર્વશી રૌતેલાએ પહેર્યો 1 કરોડનો ડ્રેસ, લોકોએ તો પણ કરી નાખી ટ્રોલ, કારણ જાણી તમે પણ હસી પડશો

Arohi

Last Updated: 07:24 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના અમુક વીડિયો શેર કર્યા છે.

  • ઉર્વશી રૌતેલાએ પહેર્યો 1 કરોડનો ડ્રેસ 
  • તેમ છતાં થઈ ટ્રોલર્સનો શિકાર 
  • લોકોએ કરી નાખી આ વિલન સાથે સરખામણી 

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની બોલ્ડ તસ્વીરોને શેર કરતી રહે છે. તેના હોટ ફિગર પર ફિદા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ઈન્સ્ટાગ્રામ પર 4 કરોડથી વધારે લોકો તેને ફોલો કરે છે. પરંતુ હાલમાં જ તે ખૂબ જ કિંમતી ડ્રેસ પહેર્યા બાદ પણ ટ્રોલ થઈ ગઈ. 

ઉર્વશીની કરોડોની ડ્રેસ 
ઉર્વશી રોતેલા (Urvashi Rautela) એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક વીડિયો શેર કર્યા હતા જેમાં તે શિમલી સિલ્વર ડ્રેસ અને તેના પર Furry શ્રગ પહેરીને જોવા મળી રહી હતી. આટલું જ નહીં એક્ટ્રેસે પોતાના માથા પર એક તાજ પણ પહેર્યો છે. આ ડ્રેસને  'Furne One' એ ડિઝાઈન કર્યો છે અને તેની કિંમત 1 કરોડ રૂપિયા છે. 

શા માટે ટ્રોલ થઈ ઉર્વશી રૌતેલા? 
હવે જો તમે એમ વિચારી રહ્યા છો કે આટલો મોંધો ડ્રેસ પહેર્યા બાદ પણ ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela) આખરે ટ્રોલ કેમ થઈ ગઈ?  તો જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાએ જે શ્રગ પહેર્યો હતો. તેમાં પક્ષિયોના ફર જેવા લુક દેખાઈ રહ્યો હતો. તેના કારણે લોકો તેને ફિલ્મ 2.0ના વિલન સાથે કમ્પેર કરવા લાગ્યા. 

લોકો કરવા લાગ્યા વિલન સાથે તુલના 
જણાવી દઈએ કે ફિલ્મ 2.0માં અક્ષય કુમાર વિલન બન્યા હતા અને તેમણે પક્ષીરાજની ભુમિકા નિભાવી હતી. ગ્રાફિક્સ અને VFXની મદદથી અક્ષય કુમારને કંઈક એવો લુક આપવામાં આવ્યો જેના કારણે તે ખૂબ જ ભયાનક લાગી રહ્યા હતા. લોકોએ આજ કારણે ઉર્વશીનો મજાબ બનાવ્યો. જોકે લોકોને કદાચ જ અંદાજો હશે કે તેની કિંમત 1 કરોડ રૂપિયા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Urvashi Rautela dress video  ઉર્વશી રૌતેલા ટ્રોલ urvashi rautela
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ