બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શું ખરેખર ઋષભ પંતને ડેટ કરે છે ઉર્વશી રૌતેલા, અફેર પર ખૂલીને બોલી અભિનેત્રી
Last Updated: 11:36 PM, 19 September 2024
છેલ્લા ઘણા સમયથી ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર બંનેના નામ ઉમેરીને ઘણા મીમ્સ પણ બનાવવામાં આવે છે અને જે ખૂબ વાયરલ થાય છે. હવે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ આ તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને તેમના વિશે બનેલા તમામ મીમ્સ કોઈપણ માહિતી વિનાના છે. ઉર્વશીએ એ પણ જણાવ્યું કે આ બધી અફવાઓએ તેના જીવન પર કેવી અસર કરી છે.
ADVERTISEMENT
એક ખાનગી ચેનલ સાથે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે, ઋષભ પંત સાથે મારું નામ જોડવાની અફવાઓ અંગે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મીમ્સ તથ્ય વગરના છે. મને મારું અંગત જીવન ખાનગી રાખવું ગમે છે. મારું ધ્યાન ફક્ત મારી કારકિર્દી પર છે અને હું મારા કામ પ્રત્યે ઉત્સાહી છું. તે મહત્વનું છે કે આવી બાબતોને સ્વચ્છ રાખવી જોઈએ અને સત્ય જાણવું અને બિનજરૂરી અફવાઓ ન ફેલાવવી તે વધુ સારું છે.
ADVERTISEMENT
ઉર્વશીએ વધુમાં કહ્યું કે, મારા અંગત જીવનને લગતી નકામી અફવાઓને કારણે મારે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. હું તેને નિયંત્રિત કરું છું અને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મારી ગોપનીયતાને ધ્યાનમાં રાખીને હું સત્ય સાથે તમામ અફવાઓને ક્લિયર કરવા માંગુ છું.
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઋષભ પંત નામનો વ્યક્તિ એક હોટલમાં ઘણા કલાકો સુધી તેની રાહ જોઈ રહ્યો હતો. જો કે ત્યારબાદ ઋષભ પંતે ઉર્વશીને તેની બહેન કહી હતી. આ પછી બંનેને લઈને ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. જો કે, એક દિવસ ઉર્વશીએ એક્ટર રામ પોથિનેની સાથેનો ફોટો શેર કર્યો અને તેમને આર.પી. કહ્યા અને આ પછી ચાહકો અનુમાન કરવા લાગ્યા કે શું આ ઉર્વશીનો આરપી આ જ છે.
સાડીમાં અભિનેત્રી શ્રુતિ હસનની કાતિલ અદા, કામણગારા દેખાવે લૂટી મહેફિલ
ઉર્વશીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ફિલ્મ કસૂરમાં જોવા મળશે જેમાં આફતાબ શિવદાસાની લીડ રોલમાં છે. આ એક હોરર ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મની વાર્તા 3 પાત્રો પર આધારિત હશે. જેમાંથી 2ની કાસ્ટ ફાઈનલ છે. પરંતુ ત્રીજા અભિનેતા વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કોમેડીનો સિતારો બુઝાયો / કપિલ શર્માના શોના કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરથી અવસાન, ફિલ્મી જગતમાં શોકની લહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.