બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 06:46 PM, 25 April 2022
ADVERTISEMENT
ઉર્વશીનો એક વીડિયો ઝડપથી થયો વાયરલ
ઉર્વશીના વીડિયોને તેના ચાહકો ખૂબ લાઈક કરે છે. ઉર્વશી તેની ડ્રેસિંગ સેન્સ માટે ઓળખાય છે. હાલમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી સ્ટેજ પર ડાન્સ કરી રહી છે અને સાથે ગીત પણ ગાઇ રહી છે. પરંતુ આ દરમ્યાન તેનો ડ્રેસ નીચે ખસકી જાય છે. પરંતુ ઉર્વશી ડાન્સ કરતા-કરતા તેના ડ્રેસને ઉપરની તરફ ખેંચે છે.
ADVERTISEMENT
પર્ફોમન્સ દરમ્યાન ઉર્વશીનુ ગાઉન નીચે ઉતર્યુ
વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશીએ ડાન્સ કરતી વખતે ઘણુ ભારે ગાઉન પહેર્યુ છે. તેના પર ક્રિસ્ટલનુ કામ છે. જેના કારણે તેનુ ગાઉન વજનદાર થયુ છે. આ જ કારણ છે કે ગાઉન ખભાથી નીચે તરફ સરકી રહ્યું છે. પરંતુ ઉર્વશીએ તેના ડ્રેસને સુંદર અંદાજમાં ઉપર કર્યો છે. આ ઉર્વશીનો વીડિયો દુબઈનો જણાવવામાં આવી રહ્યો છે. ખરેખર ઉર્વશીને એક્સ્પો 2020 ઈન્વાઈટ કરવામાં આવી હતી. અહીં એક ઈવેન્ટમાં ઉર્વશીએ ધમાકેદાર પર્ફોમન્સ કર્યુ અને તેમાં તેનુ સન્માન પણ કરવામાં આવ્યું. વિશ્વના એકમાત્ર સાત સિતારા હોટલ બુર્જ અલ અરબમાં ઉર્વશીને ડાન્સ કરવાની તક મળી. ત્યારબાદ આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.