સર્જીકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ‘URI The Surgical Strike Trailer’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મનું ડિરેક્શન આદિત્ય ઘરે કર્યુ છે. ફિલ્માં વિક્કી કૌશલ યામી ગૌતમ અને પરેશ રાવલ જેવા એક્ટર્સ લીડ રોલમાં જોવા મળશે.
ટ્રેલરમાં એક્શન અને ઇમોશન બંને જોવા મળ્યા છે. વિક્કી કૌશલ સૈનિકના રોલમાં દમદાર લાગી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર પરથી લાગી રહ્યુ છે કે ફિલ્મના તમામ ડાયલોગ દમદાર છે. જેમ કે હિન્દુસ્તાન અભી ચૂપ નહિં બેઠેગા યે નહા હિન્દુસ્તાન હૈ યે ઘરમેં ઘૂસેગા ભી ઔર મારેગા ભી…” 2.54 મિનિટનું આ ટ્રેલર દેશભક્તિના જઝબાથી ભરપુર છે. પાડોશી મુલ્ક પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને અસફળ બનાવવામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની પીડાને પણ ઘણી સારી રીતે ફિલ્મમાં સામેલ કરવામાં આવી હોવાનું ટ્રેલરમાં જોઈ શકાય છે.
- ફિલ્મ 2 વર્ષ પહેલા કાશ્મીરના ઉરીમાં આર્મી બેસ પર આધારિત છે. ફિલ્મ 11 જાન્યુઆરી 2019માં સમગ્ર દેશમાં રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્લાન્ડ આતંકી હુમલામાં 19 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. જવાનોની શહાદત બાદ સમગ્ર દેશમાં બદલો લેવાની માગ ઉઠી હતી ઉરી હુમલાના અમુક દિવસો બાદ 28-29 સપ્ટેમ્બરના રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના નિયંત્રણવાળા કાશ્મીરમાં એક મોટુ ઓપરેશન ચલાવી આંતકીઓની ટ્રેનિંગ અને લોન્ચિંગ પેડ એવા સ્થળોનો નાશ કર્યો હતો. સરહદ પાર કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટાપાયે નુકસાન કરવામાં આવ્યું હતું. જે પછી ભારતીય આર્મીએ એક પ્રેસ કોન્ફ્રન્સ કરી સર્જીકલ સ્ટ્રાઈકની જાણકારી આપી હતી. સ્ટ્રાઈક સાથે જોડાયેલા વીડિયોઝ પણ સામે આવ્યા હતા. જોકે સર્જીકલ સ્ટ્રાઈકના દાવા પર પાકિસ્તાને સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત ભારતમાં પણ અમુક પક્ષો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.