ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે કપડાને બદલે પોતાની જ તસવીરો શરીર પર ચોંટાડી છે. જુઓ આ વીડિયો
ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ
કપડાને બદલે શરીર પર ચોંટાડી પોતાની જ તસવીરો
લોકોને ન આવ્યો વિશ્વાસ
ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ
ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ સ્ટાઈલ માટે કંઈપણ કરી શકે છે એ તો ઘણી વાર સાબિત થઇ ચુક્યું છે, પરંતુ તેના લેટેસ્ટ વીડિયોએ તો સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવ્યો છે. તમે ઉર્ફીને અત્યાર સુધી બિકિનીમાં જોઈ હશે, બ્રાલેટમાં જોઈ હશે, ક્રોપ ટોપથી લઈને બેકલેસ સુધી જોઈ હશે, પરંતુ હવે તો તેણે હદ પાર કરી દીધી. એકટ્રેસે આ વખતે સાચે જ કંઈક એવું કર્યું, જે કોઈએ વિચાર્યું નહી હોય. પોતાના અતરંગી કપડાઓને કારણે ચર્ચામાં રહેનાર ઉર્ફીએ કપડા છોડીને પોતાના ફોટો જ આખા શરીર પર લગાવ્યા છે. વખાણવાલાયક બાબત એ છે કે આવું કર્યા બાદ એક્ટ્રેસ એક સેકન્ડ માટે પણ અસ્વસ્થતા અનુભવતી જોવા મળતી નથી.
કપડાને બદલે શરીર પર ચોંટાડી પોતાની જ તસવીરો
ઉર્ફીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અંગ્રેજી સોંગનું લીપ્સિંગ કરતા જોવા મળે છે. આ દરમિયાન, ઉર્ફીએ પોતાની તસવીરોથી બનેલ ડ્રેસ પહેરેલ છે અને આ તસવીરો કપડા પર નથી લાગેલી, પરંતુ એક પાતળા દોરાથી બંધાયેલી છે. ફોટાવાળી આ ડ્રેસ પહેરીને ઉર્ફી ખોબ જ કોન્ફીડંસ સાથે મૂવ્સ પણ કરી રહી છે. ઉર્ફીનો આ વીડિયો જોઈ લોકો ચોંકી ગયા છે. જુઓ આ વીડિયો
લોકોને ન આવ્યો વિશ્વાસ
ઉર્ફી જાવેદ અવારનવાર પોતાની ફેશન ચોઈસને લઈને લોકોનું ધ્યાન ખેંચતી રહે છે અને દરેક વખતે આઉટફીટના મામલામાં ખુદને એક સ્ટેપ આગળ લઈને જાય છે. જોકે હાલમાં તેમણે પોતાના લેટેસ્ટ લૂકમાં કંઈક આવું જ કર્યું છે, જેને જોઈ સોશિયલ મીડિયા પર લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ ઉર્ફી જાવેદે એથનિક લૂકમાં પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ખૂબ જ અલગ લાગી રહી હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિંક સ્લીવલેસ ડીપ નેક ક્રોપ ટોપ સાથે તેણે સફેદ રંગની સાડી પહેરી છે, જેનાં પર ફલોરલ પ્રિન્ટ છે, વાળમાં બન હેરસ્ટાઈલ અને કાનમાં બુટી પહેરીને ઉર્ફી આ વીડિયોમાં ખુદને અરીસામાં જોતી અને પછી કેમેરા તરફ જોઈ ઠુમકા કરતી જોવા મળે છે.