ઉર્ફી જાવેદને થઈ ઈમરજન્સી તો તેણે આઈડિયા આવ્યો અને બનાવી દીધુ એવું ટોપ જેને બનાવવું કોઈ વિચારી પણ ન શકે. સોશિયલ મીડિયા પર ઉર્ફીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ફરી અતરંગી આઉટફીટમાં જોવા મળી ઉર્ફી
જીન્સને કાપીને બનાવી લીધી ટી-શર્ટ
Video જોઈ તમે પણ રહી જશો દંગ
ઉર્ફી પોતાની અનોખી સ્ટાઈના કારણે ચર્ચામાં રહે છે અને ઘણી વખતે પોતાના અતરંગી આઉટફીટના કારણે તે ટ્રોલ પણ થઈ જાય છે. આ વખતે તે પોતાના પેન્ટને ટી-શર્ટની જેમ પહેરીને જોવા મળી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ઉર્ફીએ પગની જગ્યા પર જીન્સને વચ્ચેથી કાપીને ટી-શર્ટ બનાવીને પહેરી લીધુ હતુ. ઉર્ફીએ જણાવ્યું કે તેને ઈમરજન્સી હતી અને તેને પહેરવા માટે કંઈ ન મળ્યું તો તેને આઈડિયાથી આ આવિષ્કાર કરી લીધો.
પગની જગ્યા પર ટોપ બનાવી પહેરી લીધુ જીન્સ
ઉર્ફી જાવેદ આમ તો કંઈક અનોખુ પહેરવા માટે જ જાણીતી છે પરંતુ છેલ્લા બે વખતથી તેનું ફેશન લોકોના સમજની બહાર છે. ગઈ વખતે ઉર્ફી કુલ્ફી કોનથી બનાવેલો ડ્રેસ પહેરીને ફરી રહી હતી.
અતરંગી અંદાજનો લોકો ઉડાવી રહ્યા મજાક
હંમેશાની જેમ લોકો આ લુકને જોયા બાદ પણ રમુજી કમેન્ટ કરવાથી પોતાને રોકી ન શક્યા. કોઈએ પ્રેમ વરસાવ્યો તો. કોઈએ મેન્ટલ હોસ્પિટલ જવાની પણ સલાહ આપી દીધી.
લુક પર લોકોએ કરી અલગ અલગ કમેન્ટ
આમ તો ઉર્ફીની આ સ્ટાઈલ જ તેને વર્લ્ડ ફેમસ બનાવી રહી છે. ત્યાં જ લોકો ગુગલ પર તેને ખૂબ જ સર્ચ કરી રહ્યા છે તો ઘણી વખત બોલિવુડ એક્ટ્રેસને પણ તેને કોપી કરતા જોવામાં આવી છે.