હવે એક ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ પોતાની ટ્રોલિંગ, મેરેજ પ્લાન્સ અને લવ લાઈફને લઈને ઘણી વાતો શેર કરી છે.
ઉર્ફી જાવેદના નિવેદનની ચર્ચા
મુસ્લિમ યુવક સાથે નથી કરવા માંગતી લગ્ન
વાંચી રહી છે 'ગીતા'
બિગ બોસ ઓટીટીમાંથી પહેલા અઠવાડિયે જ બહાર આવી ગયેલી ઉર્ફી જાવેદ આજે એક ફેશન ડીવા બની ચુકી છે. તેના અતરંગી અને બોલ્ડ આઉટફિટ્સ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ઉર્ફીની વધતી પોપ્યુલારિટીની સંપૂર્ણ ક્રેડિટ તેના કપડાં અને ડ્રેસિંગ સેન્સને જ જાય છે. હવે એક ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ પોતાની ટ્રોલિંગ, મેરેજ પ્લાન્સ અને લવ લાઈફને લઈને ઘણી વાતો શેર કરી છે.
ગીતા વાંચી રહી છે ઉર્ફી
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ એક કંજરવેટિવ મુસ્લિમ ફેમિલીમાંથી આવે છે. તેમ છતાં તેને મુસ્લિમ યુવક સાથે લગ્ન નથી કરવા. ઉર્ફીએ એમ પણ જણાવ્યું કે તે પાછલા થોડા દિવસોથી ભગવદ ગીતા પણ વાંચી રહી છે.
ઉર્ફીએ ઈન્ટરવ્યૂમાં શું કહ્યું?
ઉર્ફીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે- હું ક્યારેય પણ મુસ્લિમ યુવક સાથે લગ્ન નહીં કરૂ. હું ઈસ્લામમાં વિશ્વાસ નથી રાખતી અને કોઈ પણ ધર્મ ફોલો નથી કરતી. માટે તે વાતની પરવાહ નથી કે હું કોને પ્રેમ કરૂ છું. આપણે તેની સાથે જ લગ્ન કરવા જોઈએ જે આપણને પસંદ કરે છે.
ઉર્ફીએ કહ્યું કે બોલ્ડ લુક્સ ફ્લોન્ટ કરવા પર તેને એટલા માટે ટ્રોલ કરવામાં આવે છે કારણ કે ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડ ફાધર નથી. ખાસ કરીને એટલા માટે પણ ટ્રોલિંગ થાય છે કારણ કે તે મુસ્લિન છે.
મુસ્લિમ યુવકો નફરત કરે છે
ઉર્ફીએ જણાવ્યું કે મુસ્લિમ યુવકો માને નફરત કરે છે કારણ કે તે ઈચ્છે છે કે તેમની મહિલાઓ એક નિશ્ચિત રીતે બિહેવ કરે. તે પોતાના સમુદાયની દરેક મહિલાને કંટ્રોલ કરવા માંગે છે. આ કારણ છે કે હું ઈસ્લામમાં વિશ્વાસ નથી કરતી. તે મને એટલા માટે ટ્રોલ કરે છે. કારણ કે હું એ રીતે બિહેવ નથી કરતી જે રીતે તે મારા પાસે પોતાના ધર્મ અનુસાર આશા રાખે છે.
મારા પિતા વધુ કન્ઝર્વેટિવ
ઉર્ફીએ જણાવ્યું કે મારા પિતા ખૂબ જ કન્ઝર્વેટિવ હતા. જ્યારે હું 17 વર્ષની હતી. ત્યારે તેમણે મારી માતા અને અમને બધાને છોડી દીધા હતા. મારી માતા ખૂબ જ ધાર્મિક મહિલા હતી પરંતુ તેમણે ક્યારેય અમારા પર પોતાનો ધર્મ નથી થોપ્યો.