ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક અલગ અંદાજમાં ટીકાકારોને કડક જવાબ આપી રહી છે.
ઉર્ફીના લેટેસ્ટ લુકે બધાની બોલતી બંધ કરી દીધી
ઉર્ફીએ કાતિલ લુક બતાવી ચાહકોને ઘાયલ કર્યા
ઉર્ફીએ પોતાના શરીરને એક પેપરથી ઢાંકેલુ છે
ઉર્ફીએ બોલ્ડનેસની તમામ હદ કરી પાર
પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદને કોઈ પરિચયની જરૂર નથી. દરેક વખતની જેમ એક વખત ફરીથી પોતાના અતરંગી ડ્રેસિંગ સ્ટાઈલને લઇને ઉર્ફી લાઈમલાઈટમાં આવી ગઇ છે. આ વખતે તો ઉર્ફીના ફેશન સેન્સે બધાને મૌન જ કરી દીધા. સોશિયલ મીડિયામાં હંમેશા સક્રિય દેખાતી ઉર્ફીએ પોતાની સ્ટાઈલથી તેના ચાહકોને પરસેવો છોડાવી દીધો છે. હાલમાં ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચાહકો પોતાને રોકી શક્યા નથી. જો કે, ઉર્ફીનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
ઉર્ફીએ તેનો કાતિલ લુક બતાવી ચાહકોને કર્યા ઘાયલ
ઉર્ફી જાવેદ તેના કપડાંને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્ફીનો લેટેસ્ટ લુક જોઇને તેનો દરેક ચાહક પરેશાન છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી ઉર્ફીની આ લેટેસ્ટ રીલ જોઇને તેના ચાહકોની નજર થંભી ગઇ છે. ચાહકો વારંવાર તેનો વીડિયો જોવા માટે મજબૂર થઇ રહ્યાં છે. ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ પર જે રીલ શેર કરી છે, તેમાં તેણે પોતાનો કાતિલ લુક બતાવી ચાહકોને ઘાયલ કર્યા છે. વાયરલ વીડિયોમાં ઉર્ફીએ પોતાના શરીરને એક પેપરથી ઢાંકેલુ છે. જેના પર લખ્યું છે, ‘BE YOUR SELF’.
ઉર્ફીની ટીકા થવી કોઈ સામાન્ય વાત નથી. ટીકાકારો સાથે કેવીરીતે ડીલ કરવી તે વાત ઉર્ફી જાવેદ સારી રીતે જાણે છે. તેમની આ પોસ્ટને શેર કરતા જ વાયરલ થઇ. ઉર્ફીનો આ અંદાજ આ વાતને સ્પષ્ટ કરે છે કે તેના ટીકાકારોને ખૂબ પોઝીટીવ લે છે. આ સાથે ટીકાકારોની કોમેન્ટ્સને વખાણની રીતે લે છે.