બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 08:08 PM, 11 December 2023
ADVERTISEMENT
ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહે છે અને અજીબોગરીબ લુકથી લોકોને હેરાન કરી દે છે. ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના લુકથી સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. ઉર્ફી જાવેદનો આ લુક જોઈને તમે પણ હેરાન થઈ જશો.
તમે ઉર્ફી જાવેદને સાયકલની ચેઈન, કાચના ટુકડા, કોકના ઢાંકણા, પિત્ઢા સ્લાઈસ તથા સિગારેટની ડ્રેસમાં જોઈ હશે. ઉર્ફી જાવેદ ફરી એકવાર આ પ્રકારના અજીબોગરીબ ડ્રેસમાં જોવા મળી છે, જે પહેરીને ઉર્ફી જાવેદ પાસે ચાર હાથ થઈ ગયા છે. ઉર્ફી જાવેદનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ઉર્ફી જાવેદનો અજીબોગરીબ લુક
ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર આ નવા લુકમાં વિડીયોઝ અને ફોટોઝ શેર કર્યા છે. આ લુકમાં ઉર્ફી જાવેદે ડેનિમ જીન્સના સાથે એક અજીબોગરીબ ટોપ પહેર્યું છે, જે તમે ક્યારેય પણ જોયું નહીં હોય. ઉર્ફી જાવેદના બ્લેક કલરના ટોપમાં બે હાથ છે. આ વિડીયોમાં ઉર્ફી જાવેદના હાથમાં પાણીનો ગ્લાસ છે અને તે બિલાડી પકડવાની કોશિશ કરી રહી છે.
ડિજિટલ ક્રિએટર શ્વેતા મહાદિકે ઉર્ફી જાવેદનું આ ટોપ બનાવ્યું છે. શ્વેતા મહાદિક ડિઝાઈનર પર્સ અને નવા લુક રિક્રિએટ કરે છે અને તેના વિડીયોઝ ખૂબ જ વાયરલ થાય છે. ઉર્ફીએ આ નવા લુકમાં વિડીયોઝ અને ફોટોઝ શેર કરીને શ્વેતા મહાદિકને ટેલેન્ટેડ ગણાવી છે.
ઉર્ફી જાવેદ ટ્રોલ
ઉર્ફી જાવેદનો આ નવો લુક જોઈને યૂઝર્સે કમેન્ટ કરી છે કે, ‘ભીખ માંગવાની નવી ટેકનિક’, ‘ક્યા ફેશન હૈ રે બાબા’, ‘મારી પાસે કોઈ શબ્દ નથી, મને માફ કરો’, ‘આ બધુ તો બરાબર છે, પણ મને સસ્તી કટપ્પા જેવા વાઈબ્સ કેમ આવી રહ્યા છે.’, ‘પાણીનો ગ્લાસ કે બિલાડી પણ પકડાતી નથી, તો ચાર હાથનો શું ફાયદો, મોયે મોયે મોમેન્ટ્સ’. અન્ય એક યૂઝરે ઉર્ફીને અજીબ પ્રાણી ગણાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.