સોશિયલ મીડિયા સેન્સેશન અને અભિનેત્રી ઉર્ફી જાવેદને તેના ચાહકોની નજરમાં જળવાઈ રહેવાનું હૂનર આવડે છે. તે દરરોજ નવી-નવી ફેશનને કારણે ચર્ચામાં રહે છે.
ઉર્ફી જાવેદના નવા લુકથી તેના ચાહકોની આંખો થઇ પહોળી
ઉર્ફીએ ટોપલેસ થઇને તેના ચાહકોને કર્યા ખુશ
ઉર્ફી સ્કર્ટ પહેરી પીઠ પર તેના વાળ લહેરાવી રહી છે
અરે ઉર્ફી તે આ શું કર્યુ?
ઉર્ફીએ રવિવારે મર્યાદાની દરેક હદ પાર કરી દીધી છે. આ વખતે ઉર્ફીએ ટૉપલેસ થઇને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉર્ફીએ શરીર પર ફક્ત એક સ્કર્ટ પહેર્યુ છે અને તે પોતાના વાળને પીઠ પર લહેરાવી રહી છે. ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે શરીરની ઉપર કોઈ ટોપ પહેર્યુ નથી અને ફક્ત સ્કર્ટમાં વાળને લહેરાવી રહી છે અને ધીમે-ધીમે ચાલી રહી છે. ઉર્ફી એક રેલિંગની પાસે આવીને અટકી જાય છે અને પછી પાછળ ફરે છે. ઉર્ફી જેવી ફરે છે, તો ખબર પડે છે કે તેણે એક સ્ટ્રિપલેસ બ્રા પહેરી છે. જુઓ વીડિયો
આ વીડિયોના કોમેન્ટ બોક્સને જોઈને સમજાય છે કે ઉર્ફીના ચાહકો તેનો બોલ્ડ અવતાર જોઈને હેરાન રહી ગયા છે. એક યુઝરે લખ્યું છે મને તો કઈક અલગ લાગતુ હતુ. બીજાએ લખ્યું છે, પલટી તો રાજ ખુલ્યું. તો કેટલાંક યુઝર્સ એવા પણ છે, જે તેના સ્કર્ટને પેટીકોટ જણાવી રહ્યાં છે. ઉર્ફીને ટ્રોલ કરનારા લોકોની કમી નથી.