બ્રેકિંગ ન્યુઝ
VTV / urdu writer mujtaba hussain decides to return padma shri
Mehul
Last Updated: 06:39 PM, 18 December 2019
ADVERTISEMENT
મુજતબા હુસેને કહ્યું કે દેશમાં અશાંતિ, ડર અને નફરતની જે આગ ભડકાવવામાં આવી રહી છે, તે ખરેખર વ્યથિત કરનારી છે. જે લોકશાહી માટે આપણે આટલાં દર્દ સહન કર્યાં અને તેને જે રીતે બરબાદ કરવામાં આવી રહી છે, તે નિંદનીય છે. આ સંજોગોમાં હું કોઈ સરકારી એવોર્ડ મારી પાસે રાખવા ઈચ્છતો નથી.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને એનઆરસી અંગે હુસેને કહ્યું કે હાલની સ્થિતિ જોતાં તેઓ ખૂબ જ ચિંતિત છે. તેમણે વધુમાં કહ્યું કે, હું ૮૭ વર્ષનો છું. હું આ દેશના ભવિષ્ય અંગે વધુ ચિંતિત છું. હું આ દેશની પ્રકૃતિ વિશે ચિંતિત છું, જે હું મારાં બાળકો અને આગામી પેઢી માટે છોડીને જવાનો છું.
ADVERTISEMENT
નાગરિકતા સંશોધન કાયદાને લઈ શરૂ થયેલો હોબાળો અને હિંસક વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા નિરાધાર હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન બાદ તણાવ ઘણો વધી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.