Urban Gujarat monthly spends lower than national average says NSS report
VTV વિશેષ /
ગુજરાતમાં મંદી? દેશના અન્ય શહેરોની સરખામણીએ ગુજરાતી ખર્ચ કરવામાં પાછો પડ્યો
Team VTV03:35 PM, 09 Dec 19
| Updated: 10:33 PM, 09 Dec 19
સરકારના 'ગુજરાત મોડલ'ના કાંકરા કરી નાખતા એક સરકારી અહેવાલ પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારોમાં વ્યક્તિ દીઠ મહિનાના ખર્ચની રકમ દેશના કુલ શહેરી વિસ્તારોની સરેરાશ કરતા ઓછી છે. રસપ્રદ વાત એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાતના આંકડા દેશના કુલ ગ્રામીણ વિસ્તારોની સરેરાશ કરતા વધુ સારા છે.
કન્ઝ્યુમર્સ અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન (ગ્રાહક, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ) મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર વ્યક્તિ દીઠ મહિનાના ખર્ચની રકમ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 2581 રૂપિયા છે જ્યારે શહેરી વિસ્તારોમાં દેશનો સરેરાશ આંકડો 2630 છે.
નોંધનીય છે કે ગુજરાતના ખર્ચના આંકડા અન્ય રાજ્યો કરતા પણ ઓછા છે. અન્ય રાજ્યોના આંકડા આ પ્રમાણે છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ જેવા નાના રાજ્યોમાં પણ વ્યક્તિ દીઠ મહિનાના ખર્ચના આંકડા ગુજરાત કરતા ચડિયાતા છે.
આ આંકડાને NSS નેશનલ સેમ્પલ સર્વેના 75માં રાઉન્ડમાં બહાર પાડવામાં આવ્યા હતા. આ સર્વેમાં વ્યક્તિ દીઠ મહિનાના ખર્ચની રકમ અને કુટુંબોનું અને લોકોનું આ આંકડા મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદન અને સેવાઓ ઉપરના સરેરાશ ખર્ચને જાણવાનો હતો. આ આંકડા વડે અર્થતંત્રમાં લેવાતા આધારભૂત આંકડાઓમાં પણ બદલાવ કરવાનો ઉદ્દેશ હતો.