દરેક લોકોના ઘરમાં અડદ દાળ રસોઇમાંથી મળી જાય છે. અડદની દાળ સ્વાસ્થ્ય માટે તો સારી હોય જ છે સાથે ચહેરાનો રંગ પણ નિખારે છે. જી હા જો તમે ચહેરા પર લગાવવા કોઈ ઘરેલુ ફેસ પેક શોધતા હોવ તો કિચનમાં રહેલી અડદની દાળનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. અડદની દાળનું ફેસપેક સ્ક્રબની જેમ કામ કરે છે.
અડદની દાળ ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરીને ગ્લો આપે છે.. જો તમે ખર્ચ કર્યા વગર ફેસ પેક બનાવવા ઇચ્છો છો તો તમે અડદની દાળનો આ ફેસ પેક જરૂરથી ટ્રાય કરવો જોઇએ.
ડ્રાય સ્કીન માટે ફેસ પેક:
ડ્રાય સ્કીન માટે ફેસપેક બનાવવા માટે 2 મોટી ચમચી અડદની દાળને આખી રાત પલાળી રાખો. સવારે આ દાળને ક્રશ કરી તેમાં થોડું કાચું દૂધ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો અને 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લો.
ફેશિયલ સ્ક્રબ:
ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે 2 ચમચી અડદની દાળના પાવડરમાં 2 ચમચી સંતરાનો રસ અને 2 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં ગુલાબજળ કે દૂઘ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ લગાવી રાખ્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
ટેનિંગ દૂર કરવા:
2 ચમચી અડદ દાળને પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે ક્રશ કરી લો. તેમાં બે ચમચી દહીં ઉમેરીને ફેસ પેક તૈયાર કરો. ચહેરા પર 10 મિનિટ લગાવી રાખ્યા બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.