પ્રદૂષણ ઉત્પન્ન કરતી સૌથી મોટી વસ્તુ પ્લાસ્ટિક હવે વરદાન બનશે. ઉત્તરપ્રદેશની ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટને સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિસાઇકલ કરીને એવું નેનો ફિલ્ટર બનાવ્યું છે કે જે બેક્ટેરિયા અને હેવી મેટલ દૂર કરીને પાણીને શુદ્ધ કરશે. તેની ખાસિયત એ છે કે પાણીમાં રહેલાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના સૂક્ષ્મ કણોથી ફિલ્ટર ચોક નહીં થાય અને હંમેશાં કામ આવશે. આ ફિલ્ટર યુનિવર્સિટીના ટેક્સ્ટાઇલ ટેક્નોલોજી પીએચડી વિદ્યાર્થી સાનુ પ્રભાકરે તૈયાર કર્યું છે.
બેક્ટેરિયા અને હેવી મેટલને દૂર કરી દૂષિત પાણીને શુદ્ધ કરશે
પાણીની બોટલથી નેનો ફિલ્ટર બનાવવા એક વર્ષ સુધી પ્રયોગશાળામાં સંશોધન થયું. ફિલ્ટર બનાવવા માટે બોટલને રિસાઇકલિંગ કરીને પ્લાસ્ટિક ફાઇબર ફેબ્રિક તૈયાર કરાયું. આ પ્રક્રિયામાં અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિકમાંથી તૈયાર આ ફેબ્રિક પર સિંગલ નેનો પાર્ટીકલ અને કાર્બન નેનો ટ્યૂબના મટીરિયલનું કોટિંગ કરાયું છે.
આ ટેકનિકની મુખ્ય વાત એ છે કે આ બંને મટીરિયલનું કોટિંગ ફિલ્ટરના સ્ટ્રક્ચરમાં બદલાઇ જાય છે અને ચોક થતું નથી. ઇલેક્ટ્રો સ્પિનિંગ મશીન દ્વારા બનાવાયેલા આ નેનો ફિલ્ટરને હવે સામાન્ય લોકો સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. નેનો ફાઇબર બેઝડ એર ફિલ્ટરેશન ટેક્નોલોજીથી બનેલું આ પ્યોરિફાયર અતિ સૂક્ષ્મ કણોને પણ સાફ કરી શકે છે. તે સામાન્ય રીતે પાણીમાં રહેતા હોય છે. તે અતિ સૂક્ષ્મ કણોને શોધવાની ક્ષમતા ધરાવે છે. પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકવાના બદલે રિસાઇકલ સેન્ટરમાં લવાશે.