બ્રેકિંગ ન્યુઝ
VTV / UPTET 2021 examination scheduled to be held today stands cancelled due to alleged paper leak
ParthB
Last Updated: 12:19 PM, 28 November 2021
ADVERTISEMENT
UPTET परीक्षा के पेपर लीक होने की सूचना मिली है। इसलिए दोनों पालियों की परीक्षा तत्काल प्रभाव से निरस्त की जा रही है। एक महीने के भीतर परीक्षार्थियों से बिना कोई शुल्क लिए पुन: परीक्षा कराई जाएगी। यूपी STF को जांच सौंपी गई है: राज्य के बेसिक शिक्षा मंत्री डॉ. सतीश द्विवेदी pic.twitter.com/dRi8oSsItK
— ANI_HindiNews (@AHindinews) November 28, 2021
ADVERTISEMENT
પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો
ઉત્તર પ્રદેશમાં આજે (રવિવારે) એટલે કે 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (UPTET)નું પેપર લીક થયું છે. જેના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા રદ કરી છે. મૂળભૂત શિક્ષણ વિભાગના નિયામક સર્વેન્દ્ર વિક્રમ સિંહે કહ્યું કે પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
UPTET 2021 examination scheduled to be held today stands cancelled due to alleged paper leak
— ANI UP (@ANINewsUP) November 28, 2021
Dozens of suspects detained by STF in the paper leak case, the investigation is on. UP government will conduct the exam again within a month: Prashant Kumar, ADG, Law & Order
(file pic) pic.twitter.com/U4gDXCYJ0a
વોટ્સએપ પર પ્રશ્નપત્ર લીક થયું હતું.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેપર લીક થયા બાદ એસટીએફએ રાજ્યભરમાં દરોડા પાડ્યા છે. પ્રયાગરાજ, મેરઠ અને ગાઝિયાબાદમાંથી ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. બાદમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. મૂળભૂત શિક્ષણ વિભાગના અગ્રસચિવ દીપક કુમારે જણાવ્યું હતું કે, પ્રશ્નપત્ર લીક મામલે પ્રયાગરાજમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મામલની તપાસ એસટીએફને સોંપવામાં આવી છે.ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે પેપર લીક કરનારા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે, ટૂંક સમયમાં સમગ્ર મામલો બહાર આવશે.
ઉત્તરપ્રદેશના 2554 કેન્દ્રો પર બે શિફ્ટમાં પરીક્ષા યોજાવાની હતી
ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા કસોટી 2021(UPTET) આજે યુપીના તમામ જિલ્લાઓમાં 2554 કેન્દ્રો પર યોજાવાની હતી. પ્રથમ પાળીની પરીક્ષા સવારે 10 થી 12:30 દરમિયાન યોજાવાની હતી. પ્રથમ પાળીમાં પ્રાથમિક કક્ષાની પરીક્ષામાં 1291628 ઉમેદવારો હતાં. બીજી પાળીમાં ઉચ્ચ પ્રાથમિક કક્ષાની પરીક્ષા બપોરે 2.30 થી 5 દરમિયાન યોજાવાની હતી. જેમાં કુલ 873553 ઉમેદવારો હતાં. પ્રથમ પાળી માટે 2554 અને બીજી પાળીની પરીક્ષા માટે 1747 કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.