બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું, કાર્યકાળ પૂરો થવાના પાંચ વર્ષ પહેલા જ લીધો નિર્ણય
Last Updated: 12:33 PM, 20 July 2024
UPSC Chairman Manoj Soni Resignation : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના કાર્યકાળના પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી દીધું છે. વાસ્તવમાં મનોજ સોનીની કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે "વ્યક્તિગત કારણોસર" રાજીનામું આપ્યું છે. મનોજ સોની 2017થી UPSC સભ્ય તરીકે સેવા આપ્યા પછી 16 મે, 2023ના રોજ UPSC અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જેમનો કાર્યકાળ છ વર્ષનો છે. તેમણે લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાના અહેવાલ છે. જોકે તે સ્વીકારવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
UPSC chairman Manoj Soni tenders resignation due to personal reasons. His resignation has not been accepted yet: Department of Personnel and Training (DoPT) Sources
— ANI (@ANI) July 20, 2024
PM મોદીના નજીકના મનાય છે મનોજ સોની
ADVERTISEMENT
મનોજ સોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા છે. મનોજ સોનીને 2005માં વડોદરાની MS યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. UPSCમાં જોડાતા પહેલા તેમણે ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)માં બે ટર્મ સહિત ગુજરાતની બે યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર તરીકે 3 ટર્મ સેવા આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે.
ADVERTISEMENT
UPSCનું શું કામ છે?
ADVERTISEMENT
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેન્દ્ર સરકાર વતી વિવિધ પરીક્ષાઓ યોજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ પણ સામેલ છે. આ સંસ્થા સામાન્ય રીતે IAS, IFS, IPS અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પોસ્ટ્સ માટે ઉમેદવારોની ભલામણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.