બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:16 PM, 3 August 2024
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માતમાં UPSCના ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો હજુ શમ્યો નથી ત્યાં UPSC વિદ્યાર્થીના આપઘાતના સમાચારે ચોંકાવી મૂક્યાં છે. ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં પીજીમાં રહેતી UPSCની તૈયારી કરી રહેલા મહારાષ્ટ્રના છોકરીએ આપઘાત કરી લેતાં બધા હચમચી ગયાં હતા.
ADVERTISEMENT
સુસાઈડ નોટમાં લખ્યું દર્દ
છોકરીએ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હતી અને સુસાઈડ નોટમાં યુપીએસસીના વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસ માટે કયા દબાણ હેઠળ તૈયારી કરે છે તે વિશે જણાવ્યું છે. નોટમાં તેણે લખ્યું કે મમ્મી-પપ્પા, મને માફ કરો. હું હવે જીવનથી કંટાળી ગઈ છું. મારે હવે શાંતિ જોઈએ છે. મેં ડિપ્રેશનમાંથી બહાર આવવા ઘણું કર્યું પણ કંઈ ફર્ક ન પડ્યો. મારું એક જ સપનું હતું કે હું પ્રથમ પ્રયાસમાં UPSC પાસ કરવા માંગુ છું. પરંતુ આવું ન થયું અને ત્યારથી હું ચિંતિત હતી. હવે હું ખૂબ જ લાચારી અનુભવું છું અને ખુશીથી જવા માંગુ છું અને શાંતિથી જીવવા માંગુ છું.
ADVERTISEMENT
કાકા-કાકીનો આભાર માન્યો
છોકરીએ તેની ત્રણ પાનાની સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું કે, મેં કિરણ આંટીના ઘરે પણ ખૂબ આનંદ કર્યો. મને હંમેશા સાથ આપવા માટે કાકી અને કાકાનો આભાર. પણ મને લાગે છે કે હું આ બધાને લાયક નથી અને ન તો હું મારા સપના પૂરા કરી શકું છું. હવે મારા માટે જીવનની સમસ્યાઓ સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.
વધુ વાંચો : VIDEO : તાજમહેલમાં શાહજહાં-મુમતાઝની કબર પર કેમ ચઢાવ્યું ગંગાજળ? શું બોલ્યાં યુવાનો?
PG માલિકો ભાડું વધારી રહ્યા છે
પોતાની સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પીજી અને હોસ્ટેલના વધતા ભાડાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેણે લખ્યું, પીજી અને હોસ્ટેલનું ભાડું પણ ઘટાડવું જોઈએ. આ લોકો માત્ર વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. બધા વિદ્યાર્થીઓ આટલા પૈસા પરવડી ન શકે. કોઈએ વધારે રડવાની જરૂર નથી. દરેકને એક યા બીજા દિવસે મરવાનું જ છે, એમાં કોઈ મોટી વાત નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.