બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / મોદી સરકારના શપથ ટાણે NDAની આ પાર્ટીમાં ઘમાસાણ, મંત્રીપદને લઈ બે સાંસદોમાં ખટરાગ

મહારાષ્ટ્ર / મોદી સરકારના શપથ ટાણે NDAની આ પાર્ટીમાં ઘમાસાણ, મંત્રીપદને લઈ બે સાંસદોમાં ખટરાગ

Last Updated: 04:54 PM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ પહેલા એનસીપી અજીત જૂથમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ પહેલા એનસીપી અજીત જૂથમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ મતભેદ પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે કેબિનેટ મંત્રી પદને લઈને છે. બંને પદ માટેની તેમની માંગ પર અડગ છે.

આજે મોદી સરકાર 3.0 ના શપથ ગ્રહણ સાથે કેન્દ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર બનવા જઈ રહી છે. ભાજપના તમામ સાથી પક્ષોના દિગ્ગજોને મંત્રી તરીકે શપથ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. જેમને ફોન આવ્યો છે તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાને નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. આ દરમિયાન એનડીએનો એક સહયોગી પણ છે જેમાં કેબિનેટ મંત્રી પદને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે.

અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં મંત્રી પદને લઈને મતભેદો સામે આવ્યા છે. વાસ્તવમાં એનસીપીના ખાતામાં મંત્રી પદ ગયું છે, જેને લઈને પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા છે. મોદી સરકાર 3.0માં NCPને આપવામાં આવેલા કેબિનેટ મંત્રી પદ પર બંને નેતાઓએ દાવો કર્યો છે. બંનેમાંથી કોઈ પોતાનો દાવો છોડવા તૈયાર નથી.

ncp12.jpg

ભાજપે વિવાદથી પોતાને દૂર રાખ્યો

પાર્ટીના બે વખત સાંસદ અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુનીલ તટકરેનું કહેવું છે કે આ વખતે પાર્ટીમાંથી ચૂંટાયેલા તેઓ એકમાત્ર સાંસદ છે. તેથી તેમને કેબિનેટ મંત્રી પદ મળવું જોઈએ. ત્યારે પ્રફુલ્લ પટેલ 6 વખત રાજ્યસભાના સાંસદ છે. તેથી તેમનો દાવો છે કે તેમને કેબિનેટ મંત્રી પદ મળવું જોઈએ. બંનેમાંથી કોઈ પણ પાછળ હટવા તૈયાર નથી. એનસીપીમાં આ સંઘર્ષ બાદ ભાજપે આ વિવાદથી દૂર રહ્યુ છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે આ એનસીપીનો આંતરિક મામલો છે, તેથી તેણે જાતે જ તેનો ઉકેલ લાવવો પડશે.

NCPમાં મતભેદને લઇને રામદાસ આઠવલેનું નિવેદન સામે આવ્યુ છે. રામદાસ આઠવાલે જણાવ્યુ હતુ કે, આજની બેઠકમાં અજિત પવારના પક્ષના કોઈ ન હતા. પ્રફુલ પટેલ રાજ્યસભા , સુનિલ તટકરે લોકસભા સાંસદ છે. અજિત પવાર નામ આપે તો મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મંત્રીમંડળ માટે સાંસદના નામનો NCPએ નિર્ણય કરવાનો છે.

અમે NCPને રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવા તૈયાર છીએઃ ફડણવીસ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે એનસીપીને રાજ્યકક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો આપવા માટે તૈયાર છીએ અને પ્રફુલ્લ પટેલનું નામ અમારા માટે હતું. કારણ કે તેઓ અગાઉ પણ મંત્રી હતા. પરંતુ એનસીપીને કેબિનેટ જોઈતું હતું, તેથી તેઓએ રાહ જોવાનું નક્કી કર્યું અને અમને કહ્યું કે, આગામી વિસ્તરણમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે આપી શકો છો, પરંતુ અમને કેબિનેટ આપો.

વધુ વાંચોઃ ચૂંટણીમાં હાર છતા મોદી કેબિનેટમાં સ્થાન, પંજાબના રવનીત બિટ્ટુને મળી શકે મોટી જવાબદારી

આ 22 સાંસદો બેઠકમાં પહોંચ્યા હતા

શપથગ્રહણ પહેલા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચેલા લોકોમાં 22 સાંસદો પણ સામેલ હતા. જેમાં 1. સર્બાનંદ સોનોવાલ, 2. ચિરાગ પાસવાન, 3. અન્નપૂર્ણા દેવી, 4. મનોહર લાલ ખટ્ટર, 5. શિવરાજ સિંહ ચૌહાણ, 6. ભગીરથ ચૌધરી, 7. કિરેન રિજિજુ, 8. જિતિન પ્રસાદ, 9. એચડી કુમારસ્વામી, 10. જ્યોતિરાદિત્ય સિંધિયા, 11. નિર્મલા સીતારમણ, 12. રવનીત બિટ્ટુ, 13. અજય તમટા, 14. રાવ ઈન્દ્રજીત સિંહ, 15. નિત્યાનંદ રાય, 16. જીતન રામ માંઝી, 17. ધર્મેન્દ્ર પ્રધાન, 18. હરજવા. મલ્હોત્રા, 20. એસ જયશંકર, 21. સીઆર પાટીલ, 22. કૃષ્ણપાલ ગુર્જર.

સંકળાયેલા મુદ્દાઓ

NCP Ajit Group Praful Patel maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ