બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ તારીખે 3 કલાક માટે UPI ટ્રાન્ઝેક્શનની સુવિધા બંધ રહેશે, જાણો કારણ

તારીખ નોંધી લેજો / આ તારીખે 3 કલાક માટે UPI ટ્રાન્ઝેક્શનની સુવિધા બંધ રહેશે, જાણો કારણ

Last Updated: 09:44 AM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Transaction: જો તમે પણ કોઈપણ ચૂકવણી માટે યુપીઆઈ (UPI) મોડનો ઉપયોગ કરી રહ્યા હોય તો વાંચી લેજો આ મહત્વના સમચાર. આ તારીખે ત્રણ કલાક માટે UPI ટ્રાન્ઝેક્શન સુવિધા બંધ રહેશે, જાણો તેના પાછળનું કારણ

UPI Transaction: આજકાલ નાણાકીય વ્યવહારમાં ઓનલાઈનનું ચલણ વધી ગયું છે અને લોકો યુપીઆઈનો ઉપયોગ કરીને નાની મોટી ખરીદી કરતા હોય છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલે શાકભાજી વિક્રેતાઓથી લઈને મોટી દુકાનો અને મોલમાં UPI દ્વારા ચુકવણી કરવામાં આવી રહી છે. ત્યારે 8મી ફેબ્રુઆરીએ ત્રણ કલાક માટે UPI ટ્રાન્ઝેક્શન બંધ રહેશે.

લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે

નોંધનીય છે કે યુપીઆઈ દ્વારા થઈ રહેલા મોટા ભાગના ટ્રાન્ઝેક્શનથી ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે ત્યારે હવે ત્રણ કલાક માટે ટ્રાન્ઝેક્શન બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કઈ બેંકમાં UPI સેવા બંધ રહેશે?

HDFC બેંકે તેના ગ્રાહકોને જાણ કરી છે કે 8મી ફેબ્રુઆરી 2025ના રોજ, તેમના ગ્રાહકો 3 કલાક માટે UPI સિસ્ટમ દ્વારા વ્યવહાર કરી શકશે નહીં. એટલે કે આ HDFC બેંક સિવાયના ગ્રાહકોને લાગુ રહેશે નહીં.

ટ્રાન્ઝેક્શન કયા સમયે બંધ થશે?

8 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 12:૦૦ થી 3:૦૦ વાગ્યા સુધી UPI સેવા બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો કોઈને પણ ચુકવણી કરી શકશે નહીં કે પ્રાપ્ત કરી શકશે નહીં.

વધુ વાંચો : US-ચીન વચ્ચે છેડાયેલ ટ્રેડ વૉર ભારત માટે થઇ શકે છે ફાયદાકારક સાબિત, એ કેવી રીતે?

આ કારણોસર UPI સેવા બંધ રહેશે

HDFC બેંક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ત્રણ કલાક માટે સિસ્ટમ મેન્ટેનન્સ કરશે. જેને કારણે આ સમયગાળા દરમિયાન UPI સેવા બંધ રહેશે.

બેંક દ્વારા ગ્રાહકોને આપી સૂચના

બેંક દ્વારા ગ્રાહકો માટે માહિતી જારી કરવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ડાઉનટાઇમ દરમિયાન, બચત ખાતા, ચાલુ ખાતા અથવા રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ UPI વ્યવહારો શક્ય બનશે નહીં. તેથી, બેંકે તેના ગ્રાહકોને સમયનું ધ્યાન રાખવા અને પોતાનું કામ અગાઉથી પૂર્ણ કરવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HDFC bank UPI Transaction HDFC UPI Transaction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ