બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / પેટીએમ, ગુગલ પે..., ફરીવાર UPI પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર, NPCIએ આદેશ કર્યો જાહેર

તમારા કામનું / પેટીએમ, ગુગલ પે..., ફરીવાર UPI પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર, NPCIએ આદેશ કર્યો જાહેર

Last Updated: 11:22 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Payment: હવે કોઈ પણ વ્યક્તિ Paytm, PhonePe, Google Pay, BHIM UPI જેવા UPI એપ્સથી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ 16 સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે.

હવે કોઈ પણ વ્યક્તિ Paytm, PhonePe, Google Pay, BHIM UPI જેવા UPI એપ્સથી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ 16 સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે. જેનાથી વેપારીઓ અને અન્ય સેવાઓમાં સીધો ફાયદો થવાની આશા છે.

UPIની વધતી લોકપ્રિયતાને જોતા આ નિર્ણય વેપાર, હોસ્પિટલો, શૈક્ષણિત સંસ્થાનો, શેર બજાર, પૂંજી બજાર, વીમા અને વિદેશી આવક પ્રેષણ જેવી શ્રેણીઓમાં ઉચ્ચ-મૂલ્ય વાળા ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવામાં આવશે.

qr_2

અત્યાર સુધી UPIના માધ્યમથી સામાન્ય પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયા હતી જ્યારે પૂંજી બજાર, સંગ્રહ, વીમા અને વિદેશી પ્રેષણ જેવી ખાસ શ્રેણીઓ માટે આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી. NPCIના અનુસાર હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, IPO અને ભારતીય રિઝર્વ બેંકની રિટેલ પ્રત્યક્ષ યોજનાઓમાં રોકાણ માટે 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. તેની સાથે જ ચુકવણીની સેવા પ્રદાતાઓ અને UPI એપ્સને વેપારીઓની સંપૂર્ણ રીતે ખાતરી કરવાની રહેશે.

Untitled design (17)

UPI Liteના ગ્રાહકો માટે ઓટો ટોપ-અપ સુવિધા શરૂ

તેની સાથે જ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ NCPI ટૂંક સમયમાં જ UPI Liteના ગ્રાહકો માટે ઓટો ટોપ-અપ સુવિધા શરૂ કરવા જઈ રહી છે.

તેના દ્વારા યુઝર્સ પોતાને બેંક ખાતાથી વારંવાર UPI Liteમાં રકમ જમા કરવાની જરૂરત નહીં રહે. રકમ જાતે જ UPI વોલેટમાં જમા થઈ જશે. નવી સુવિધા 31 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. NPSIએ હાલમાં જ આ સંબંધમાં સર્કુલર જાહેર કર્યું છે.

UPI 1

UPI પિનની જરૂર નહીં

UPI Lite દ્વારા 500 રૂપિયા સુધી ચુકવણી માટે UPI પિનની જરૂર નહીં પડે. જોકે તેનાથી વધારે રકમ માટે UPI પિન દાખલ કરવાની જરૂર પડે છે.

PROMOTIONAL 11

વધુ વાંચો: આજે અનંત ચતુર્દશીના દિવસે આ મંત્રોનો કરો જાપ, મળશે સમસ્યાઓથી મુક્તિ, થશે અનંત ફળની પ્રાપ્તિ

આ સુવિધા હેઠળ ગ્રાહકોને પોતાના UPI લાઈટ ખાતામાં એક નિશ્ચિત રકમ નક્કી કરવાની રહેશે. જે તમારા બેંક ખતાના સ્વતઃ વોલેટમાં જોડાઈ જશે. જો કોઈ ગ્રાહક 1000 રૂપિયાની મર્યાદા નક્કી કરે છે તો જેવું UPI લાઈટ વોલેટમાં બેલેન્સ ખતમ થશે. 1000 રૂપિયા પોતાની જાતે જ વોલેટમાં જોડાઈ જશે. આ સુવિધા 31 ઓક્ટોબરથી લાગુ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NPCI UPI Lite UPI Payment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ