બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / હવેથી એક જ UPI એકાઉન્ટને અનેક લોકો યુઝ કરી શકશે, એ કઇ રીતે? જણાવ્યું RBIએ
Last Updated: 03:36 PM, 9 August 2024
તમારૂ RBI એકાઉન્ટ તમારા પરિવારના લોકો તમારી સહમતિથી ઉપયોગ કરી શકશે. UPIને લઈને RBIની આ પોલિસી ખાસ કરીને પરિવારના સદસ્યો જેમ કે પતિ-પત્ની, બાળકો કે વૃદ્ધ માતા-પિતા માટે ઉપયોગી સાબિત થશે. આ સુવિધાને ડેલિગેટ્સ પેમેન્ટ્સના નામથી ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
નવું ફિચર
ADVERTISEMENT
હકીકતે ગુરૂવારે મોનિટરી પોલિસીની બેઠક બાદ RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ નવા ફિચર વિશે જાણકારી આપી. આ નવા ફિચરના માધ્યમથી પ્રાથમિક ગ્રાહક કોઈ અન્યને પોતાના UPI એકાઉન્ટના ઉપયોગ માટે અધિકૃત કરી શકે છે.
તેમાં બેંક એકાઉન્ટ સિંગલ જ રહેશે. પરંતુ ઘણા લોકો તેનાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. બીજા યુઝર્સને UPI સાથે જોડાયેલા બેંક ખાતાની જરૂર નહીં રહે. જેનાથી ટ્રાન્ઝેક્શન કરવું વધારે સરળ થઈ જશે.
UPIમાં મોટા ફેરફારની તૈયારી
RBIનું કહેવું છે કે તેનાથી ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા વધારે સરળ થઈ જશે. આ ફેરફાક ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક રહેશે જે પરિવારના અન્ય સદસ્યોની તરફથી ટ્રાન્ઝેક્શન કરવા માંગે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડેલિગેટ્સ પેમેન્ટને લઈને સુચન આપ્યા છે. જેના બાદ તમે UPI એકાઉન્ટથી કોઈ બીજા પણ પૈસા ખર્ચ કરી શકશો અને પેમેન્ટ કરી શકશો. જોકે તેને હજુ લાગૂ નથી કરવામાં આવ્યું. પરંતુ RBIએ કહ્યું છે કે તેના પર કામ ચાલી રહ્યું છે.
વધુ વાંચો: હવેથી એકસાથે 20 ફોટોઝ-વીડિયોઝ કરી શકાશે શેર, Instagramને લઇ આવી સૌથી મોટી અપડેટ
હાલ સિંગલ યુઝર્સ કરી શકે છે ઉપયોગ
જણાવી દઈએ કે અત્યાર સુધી લોકો UPI પેમેન્ટ પર્સનલ જ કરી શકે છે. એક બેંક એકાઉન્ટની સાથે ફક્ત 1 UPI આઈડી ક્રિએટ છે અને તેનો ઉપયોગ ફક્ત સિંગલ યુઝર કરી શકે છે. પરંતુ હવે એક સાથે એક બેંક એકાઉન્ટથી ઘણા UPI પેમેન્ટ સિસ્ટમ ચલાવવાની વાત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.