બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ભારતમાં HMPVના વધતા ખતરા વચ્ચે ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું અપડેટ, જુઓ શું કહ્યું
Last Updated: 11:09 PM, 12 January 2025
HMPV Virus : HMPV વાયરસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વિશ્વના ઘણા દેશોમાં HMPV વાયરસના વધતા જતા કેસોએ ફરી એકવાર સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જી છે. ભારતમાં પણ ઘણા રાજ્યોમાં HMPV વાયરસના કેસ નોંધાયા છે. દુનિયાભરમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે ચીને એક રાહતના સમાચાર આપ્યા છે. ચીની આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે,.માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) જે ફલૂ જેવા લક્ષણોનું કારણ બને છે તે વાયરસના કેસો ઉત્તર ચીનના પ્રાંતોમાં ઘટી રહ્યા છે.
ADVERTISEMENT
ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સંશોધક વાંગ લિપિંગે સ્પષ્ટતા કરી કે HMPV કોઈ નવો વાયરસ નથી. તે ઘણા દાયકાઓથી માનવીઓ સાથે અસ્તિત્વ ધરાવે છે. વાંગે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં કેસની સંખ્યામાં વધારો વધુ સારી ટેસ્ટિંગ ટેક્નોલોજીને કારણે છે. તેમણે કહ્યું કે, હાલમાં HMPV કેસનો સકારાત્મક દર ઘટી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ચીનના પ્રાંતોમાં અને 14 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં કેસની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે.
ક્લિનિક્સમાં થોડો વધારો
ADVERTISEMENT
ચીનના હેલ્થ કમિશનના મેડિકલ ઈમરજન્સી રિસ્પોન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ગાઓ ઝિંકિયાંગે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં તાવના ક્લિનિક્સ અને ઈમરજન્સી વિભાગોમાં દર્દીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે. જો કે તે હજુ પણ ગયા વર્ષની સરખામણીએ ઓછો છે. તેમણે એમ પણ કહ્યું કે તબીબી સંસાધનોની કોઈ દેખીતી અછત નથી.
આવો જાણીએ શું છે HMPV ના લક્ષણો અને જોખમો
HMPV એ સામાન્ય શ્વસન વાયરસ છે. જે સામાન્ય રીતે હળવા ફલૂ જેવા લક્ષણોનું કારણ બને છે. આ વાયરસ 1970ના દાયકાથી મનુષ્યોમાં ફેલાઈ રહ્યો છે. જો કે, 2001માં વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત તેની ઓળખ કરી હતી. વૈશ્વિક સ્તરે, આ વાયરસ તીવ્ર શ્વસન ચેપના 4-16% કેસોનું કારણ બને છે. તેના કેસ સામાન્ય રીતે નવેમ્બર અને મે વચ્ચે ટોચ પર હોય છે.
WHOએ શું કહ્યુ ?
તાજેતરમાં ઉત્તર ચીનની હોસ્પિટલોમાં માસ્ક પહેરેલા દર્દીઓની ભીડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચિંતા વધી ગઈ છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સ્પષ્ટતા કરી છે કે, ચીન અથવા અન્ય કોઈ દેશમાં આ વાયરસ સંબંધિત અસામાન્ય પ્રકોપના કોઈ અહેવાલ નથી. નિષ્ણાતોના મતે HMPV કોરોના વાયરસની જેમ નવું નથી. તે દાયકાઓથી હાજર છે અને મોટાભાગના લોકોએ તેની સામે પ્રતિરક્ષા વિકસાવી છે. આંકડા મુજબ 5 વર્ષની ઉંમર સુધીમાં મોટાભાગના બાળકો આ વાયરસથી સંક્રમિત થયા છે.
વધુ વાંચો : હવે નહીં ચાલે તમારું જુઠ્ઠાણું, આસાનીથી પકડાઈ જશો! ઓફિસમાં ખોટું બોલીને રજા લેનારા ચેતજો
તો શું HMPV માટે કોઈ રસી કે દવા નથી ?
વિગતો મુજબ HMPV માટે હાલમાં કોઈ રસી કે દવા ઉપલબ્ધ નથી. જોકે તે સામાન્ય રીતે ગંભીર બીમારીનું કારણ નથી. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ચીનના સમાચાર એ રાહત છે કે, HMPVના કેસ ઘટી રહ્યા છે. આ દર્શાવે છે કે, આ વાયરસને વધુ સારા પરીક્ષણ અને જાગૃતિ સાથે નિયંત્રિત કરી શકાય છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે, સમયસર સાવચેતી અને સારવાર સાથે HMPV ની અસરો મર્યાદિત કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.