બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / UP Warriors in playoffs Gujarat giants knocked out of tournament with 3-wicket loss RCB

WPL / યૂપી વોરિયર્સ પ્લેઓફમાં: 3 વિકેટથી હારની સાથે જ ગુજરાત જાયંટ્સ ટુર્નામેન્ટમાંથી ફેંકાયું બહાર, RCB પણ ઘરભેગી

Manisha Jogi

Last Updated: 07:44 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રેબોર્ન સ્ટેડિયમમાં યૂપી વોરિયર્સે ગુજરાત જાયટંસને ત્રણ વિકેટથી હરાવી દીધું છે. ગૃપ મુકાબલા બાદ રેન્કિંગમાં જે ટોપ પર રહેશે તે ટીમ ફાઈનલમાં એન્ટર થશે.

  • યૂપી વોરિયર્સે ગુજરાત જાયટંસને ત્રણ વિકેટથી હરાવ્યું.
  • રોયલ ચેલેન્જર્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર.
  • મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં જગ્યા બનાવી.

યૂપી વોરિયર્સની ટીમે મહિલા પ્રીમિયર લીગના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આજે બ્રેબોર્ન સ્ટેડિયમમાં યૂપી વોરિયર્સે ગુજરાત જાયટંસને ત્રણ વિકેટથી હરાવી દીધું છે. યૂપી વોરિયર્સે જીત મેળવતા ગુજરાત જાયંટ્સ અને રોયલ ચેલેન્જર્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ગૃપ મુકાબલા બાદ રેન્કિંગમાં જે ટોપ પર રહેશે તે ટીમ ફાઈનલમાં એન્ટર થશે. બીજા અને ત્રીજા સ્થાન પર રહેનાર ટીમ વચ્ચે એલિમિનેટર મેચ થશે. જે ટીમ મેચ જીતશે, તે ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. 

આ મેચમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટીંગ કરી હતી. ડાયલન હેમલતા અને એશ્લે ગાર્ડનરે 61 બોલમાં 93 રનની ભાગીદારી કરી હતી. ડાયલન હેમલતાએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 178 રન કર્યા હતા અને મેચમાં યૂપી વોરિયર્સને જીત માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

યૂપી વોરિયર્સે આ ટાર્ગેટ એક બોલ બાકી હતો તે પહેલા જ મેળવી લીધો હતો. યૂપી વોરિયર્સની પાર્શ્વી ચોપરા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. ગ્રેસ હેરિસે 41 બોલ પર 72 રનની ઈનિંગ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તાહિલા મૈક્ગ્રાએ 38 બોલમાં 57 રન કર્યા હતા. જેમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંને ખેલાડીઓએ 78 રનની ભાગીદારી કરીને ગુજરાતને મુકાબલામાંથી બહાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અગાઉની મેચમાં ગ્રેસ હૈરિસે ગુજરાત જાયંટ્સ સામે 26 બોલમાં 59 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarat Giants Mumbai Indians RCB Sports News UP Warriors in playoff WPL Women Cricket Women Premier League royal challengers up warriors WPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ