દેશમાં નવો મોટર વ્હીકલ કાયદો 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. નવા નિયમોને પગલે યુપીમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે પણ ચલાણ કાપવાનું અભિયાન તીવ્ર બન્યું છે. જે જિલ્લાઓમાં મહત્તમ ચલાણ કાપવામાં આવી રહ્યા છે તેમાં વારાણસી, ગૌતમ બુદ્ધનગર, લખનઉ જેવા જિલ્લાઓ મોખરે છે. નવા ટ્રાફિક નિયમોનો વિરોધ કરવા લોકો સતત નવી રીત અપનાવી રહ્યા છે. આ અંતર્ગત મંગળવારે ખેડૂત હેલ્મેટ સાથે ટ્રેક્ટર ચલાવતા લખનૌ પહોંચ્યા હતા.
ખેડૂતોનો અનોખો વિરોધ
હેલમેટ પહેરીને ચલાવ્યું ટ્રેક્ટર
ખેડૂતોએ હેલ્મેટ પહેરીને ચલાવ્યું ટ્રેક્ટર
આ ખેડુતો આવતીકાલે (બુધવારે) યોજાનારી કિસાન પંચાયત માટે રાજધાની લખનઉ પહોંચ્યા છે. નવા ટ્રાફિક નિયમોનો વિરોધ કરવાની આ અનોખી રીત ખેડુતોએ અપનાવી છે. હેલ્મેટ પહેરીને ટ્રેક્ટર ચલાવતા ખેડુતો બધા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યના 10 મોટા શહેરોમાં 7 જાન્યુઆરીથી 31 ઓગસ્ટ દરમિયાન વાહનોના ચલાણ કાપવાની સંખ્યામાં વધારો થયો છે. જેમા જુલાઈ અને ઓગસ્ટમાં વારાણસી ચલાણ કાપવામાં આગલ રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીના મત વિસ્તારમાં પોલીસે વસૂલ્યો વધુ દંડ
આ હિસાબે વારાણસી ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિના બાઇક ચલાવવા માટે સૌથી વધુ ચાલન દંડ વસૂલ્યો છે. વારાણસી બાદ, આ કેસમાં ગૌતમ બુદ્ધનગર જિલ્લાનો નંબર આવે છે. તે જ સમયે, પ્રદેશની રાજધાની લખનૌ ત્રીજા અને તાજાનગરી આગ્રા ચલણ કાપવાના મામલામાં ચોથા સ્થાને છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં રસ્તાઓની હાલત ખરાબ હોય પણ પરંતુ ચલાણ કાપવાના મામલામાં શહેરની ટ્રાફિક પોલીસ સમગ્ર રાજ્યમાં ટોચનું સ્થાન ધરાવે છે.
હેલમેટ પહેરીને ખેડૂતોનો વિરોધ
ગુજરાતમાં પણ કરવામાં આવી રહ્યો છે અનોખો વિરોધ
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમનો પાળવા માટે અલગ અલગ કિમીયા અજમાવી રહ્યાં છે. તેમાં સુરતમાં વરાછા રોડ ખાતે મહીલાઓ તપેલી પહેરીને નીકળી હતી. તેમજ તપેલી પહેરીને સ્કૂટર ચલાવતી મહિલાનો વીડિયો વાયરલ થયો હતો.
રાજકોટના યુવકે હેલમેટની જગ્યાએ પહેર્યું તપેલું
તો આ તરફ રાજકોટમાં મેમોના ડરથી લોકો નિયમનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં એક યુવકે હેલ્મેટની જગ્યાએ તપેલુ પહેર્યું હતું. હેલ્મેટની કડક અમલવારી વચ્ચે યુવકે અવનવો પ્રયોગ કર્યો છે. માથા પર તપેલી પહેરીને નિકળેલા બાઈક ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.