UP police order to do DNA test of buffalos for finding real owner
ભારે કરી! /
ભેંસનો DNA ટેસ્ટ થશે! UP પોલિસે ચોરીના કેસમાં આપ્યો આદેશ, મગજ કામ કરતું બંધ થઈ જાય એવો વિચિત્ર કિસ્સો
Team VTV01:09 PM, 07 Jun 22
| Updated: 01:16 PM, 07 Jun 22
ઉત્તર પ્રદેશના શામલીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ચોરીના કેસને ઉકેલવા માટે એસએસપીએ ભેસનો અને બચ્ચાંનો DNA ટેસ્ટ કરવાના આદેશ આપવા પડ્યા છે.
એક ભેસના બચ્ચાના બે બે માલિકીના દાવા
પોલીસ પણ ઉકેલી ન શકી આ પ્રોબ્લેમ
આખરે સાચાં માલિકની જાણકારી માટે કરાશે DNA ટેસ્ટ
કેસ પહોચ્યો પોલીસ પાસે
યુપીના શામલીમાં પોલીસ સામે એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ ભેંસના બચ્ચાં (પાડું)ની ચોરીનો આરોપ લગાવ્યો છે. જો કે, જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે તે પણ ઇન્કાર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ હવે અસલી માલિકને શોધવા માટે ભેંસનો ડીએનએ ટેસ્ટ કરાવવા જઈ રહી છે.
આ પાડાની ચોરી 2020માં થઈ હતી
ચંદ્રપાલ કશ્યપ મજૂરી કામ કરે છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 25 ઓગસ્ટ 2020ના રોજ તેના ઢોર રાખવાના વાળામાંથી ભેંસના 3 વર્ષના નર બચ્ચાંની ચોરી થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શોધખોળ કરતાં આ પાડું નવેમ્બર 2020માં સહારનપુરમાં મળી આવ્યું હતું. સાથે જ સહારનપુરના પાડાના માલિક સતબીર સિંહનો દાવો છે કે આ પાડો તેમનો જ છે.
DNA ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો
ત્યારે કોવિડ મહામારીના કારણે મામલો અટવાયો હતો. હવે શામલીના એસપી સુકૃતિ માધવે અસલી માલિકને શોધવા માટે ચંદ્રપાલની ભેંસ અને પાડાનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. માધવનું કહેવું છે કે અસલી માલિકને શોધી કાઢવી ખરેખર એક પડકાર હતો, કારણ કે કશ્યપે દાવો કર્યો હતો કે પાડાની માતા તેની પાસે જ છે, તેથી અમે ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રાણીઓને ઓળખવાની અલગ વિશેષતા હોય છે
સાથે જ જ્યારે કશ્યપને પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે ઓળખી શક્યા કે આ પાડું તમારું છે.એના પર તેમણે કહ્યું કે મનુષ્યની જેમ પ્રાણીઓની પણ ઓળખ માટે અલગ અલગ વિશેષતાઓ હોય છે. પહેલું, તેના ડાબા પગ પર એક ડાઘ છે. તેની પૂંછડીના છેડે એક સફેદ પેચ પણ હોય છે. સાથે જ ત્રીજી વાત, જ્યારે હું પાડાની નજીક પહોચ્યો ત્યારે તેણે મને ઓળખી લીધો અને મારા પાસે આવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે પ્રાણીઓની યાદશક્તિ એકદમ તેજ હોય છે.