બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UP police inspector wrote a to grant a leave for holi beacuse her wife wants to go her home

દેશ / 22 વર્ષથી પત્ની હોળી પર પિયર નથી ગઈ, પ્લીઝ રજા આપો...: PIનો લેટર થયો વાયરલ, તમે પણ હસવાનું રોકી નહીં શકો

Vaidehi

Last Updated: 10:39 AM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ ઈન્સ્પેક્ટરનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાએ પણ પત્ર વાંચ્યો હતો. તેમણે સહાનુભૂતિપૂર્વક વિચાર કરતા તેમણે અરજદારને 05 દિવસની રજા મંજૂર કરી છે.

  • પોલીસ ઈન્સપેક્ટરને રજા માંગતો પત્ર વાયરલ થયો
  • '22 વર્ષથી હોળીના તહેવાર પર પત્ની પિયર ગઈ નથી'
  • અધિકારીએ અરજદારની 05 દિવસની રજા મંજૂર કરી 

ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર વાંચીને દરેક લોકો હેરાન છે. પોલીસ વિભાગના એક ઇન્સ્પેક્ટરે પોતાની એવી સમસ્યાને જણાવી 10 દિવસની રજા માંગી કે અધિકારીઓ અને પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

પત્રમાં લખ્યું આવું...
આ પોલીસ ઈન્સ્પેક્ટરે પત્રમાં લખ્યું કે સાહેબ, હોળીના તહેવાર પર મને રજા આપો. આગળ કહ્યું કે સાહેબ 22 વર્ષથી હોળીના તહેવાર પર પત્ની તેના પિયરના ઘરે ગઈ નથી. આ વખતે તે તેની સાથે હોળી પર જવાનો આગ્રહ કરી રહી છે. આ વાતને લઈ પત્ની ખૂબ જ નારાજ છે. જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ સમસ્યાને સહાનુભૂતિપૂર્વક ધ્યાનમાં લઈને કૃપા કરીને 04 માર્ચથી 10 દિવસની રજા આપો.

પોલીસ અધિક્ષકે વાંચ્યો પત્ર
બીજી તરફ પોલીસ ઈન્સ્પેક્ટરનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાએ પણ પત્ર વાંચ્યો હતો. તેમણે સહાનુભૂતિપૂર્વક વિચાર કરતા તેમણે અરજદારને 05 દિવસની રજા મંજૂર કરી છે. બીજી તરફ કેટલાક વિભાગીય લોકોનું કહેવું છે કે રજા લેવાની આ નવી રીત છે.

પાંચ દિવસની રજા મંજૂર
આ મામલે જ્યારે પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે પોલીસ ઈન્સ્પેક્ટરની સમસ્યાને ધ્યાનમાં લઈને પાંચ દિવસની રજા મંજૂર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હોળી, દિવાળી જેવા તહેવારો પર મોટાભાગના પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવે છે. કેટલીક ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને જ રજા આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Leave Letter Police Inspector Uttarpradesh ઉત્તરપ્રદેશ પત્ર પોલીસ વાયરલ INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ