બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 PM, 16 March 2025
ઉત્તર પ્રદેશના રીવા જિલ્લામાંથી એક યુવક છોકરી બનીને છોકરાઓ સાથે રંગીન વાતો કરતો હતો અને તેમણે પ્રેમજાળમાં ફસાવીને પૈસા પડાવતો હતો. આ યુવક પોતાનો અવાજ બદલવામાં નિષ્ણાત હતો જેથી લોકો સરળતાથી છેતરાઈ જતા હતા. તે ગામની છોકરીઓની ફોટો ડીપીમાં લગાવીને સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. પોતાનું રહસ્ય ખુલી જવાના ડરથી, તેણે પોતાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું, જેનાથી તેના પરિવાર અને પોલીસ પરેશાન થઈ ગઈ. પોલીસે ખૂબ મહેનત કરીને એક ખંડેરમાંથી તેની ધરપકડ કરી અને હવે તેની સાથે પૂછપરછ ચાલુ છે.
ADVERTISEMENT
મામલો રીવા જિલ્લાના મંગનવા સ્ટેશનનો છે. ગત દિવસોમાં અમિલિયા ગામનો 20 વર્ષીય વિપિન રજક 9 માર્ચે રહસ્યમય રીતે લાપતા થઈ ગયો હતો. પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે ટીમો બનાવીને શોધ શરૂ કરી દીધી. ઘણી મહેનત બાદ પણ કોઈ સંકેત ન મળ્યો. અંતે તે યુવક પોતાના ઘરના નજીકના એક ખંડેર મકાનમાં છુપાયેલો મળ્યો. જ્યારે પોલીસે તેની સાથે પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો.
ADVERTISEMENT
છોકરી બનીને છોકરાઓ સાથે કરતો હતો વાત
આ યુવક છોકરીઓની અવાજમાં વાત કરીને છોકરાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો અને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. તેને છોકરીઓની ડીપી લગાવીને અને તેમની ફોટો મોકલીને વિપિન રાવત નામના યુવકને ફસાવ્યો હતો. વિપિનને વિશ્વાસમાં લઈને તેને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા, પરંતુ ક્યારેય સામે નહતો આવ્યો.
પર્દાફાશ થતા પોતાને જ ગાયબ કર્યો
9 માર્ચે વિપિન રાવત તેની કહેવાતી ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો, જેના કારણે કપટી યુવકનો પર્દાફાશ થયો હતો. પોતાનું રહસ્ય ખૂલવાના ડરથી ત્યાથી ભાગીને એક સૂમસામ ખંડર મકાનમાં જઈને છુપાઈ ગયો. આ બાદ તેને પોતાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું અને તેના પરિવારના સભ્યોને ફોન કરીને તેના ગુમ થવાની જાણ કરી. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે તેની શોધ શરૂ થઈ.
આ પણ વાંચોઃ 'જો કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ', કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીનું કડક નિવેદન
પોલીસે સર્વેલન્સથી પકડ્યો આરોપી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે આરોપી યુવકનો મોબાઈલ સર્વેલન્સ પર રાખ્યો અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા. આ સાથે તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. આ આધારે પોલીસે વિપિન રજકને એક જર્જરિત ઘરમાંથી શોધી કાઢ્યો. હાલમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.