બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / up migrant workers body found in shramik special trail toilet in jhansi

દુઃખદ / ઝાંસી પહોંચેલી શ્રમિક એક્સપ્રેસના ટોયલેટમાં મળ્યો પ્રવાસી શ્રમિકનો મૃતદેહ, ખિસ્સામાંથી મળ્યા આટલા રૂપિયા

Bhushita

Last Updated: 12:21 PM, 29 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના ઝાંસી રેલ્વે સ્ટેશન પર ઊભેલી શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનના શૌચાલયમાં ગુરુવારે 38 વર્ષના પ્રવાસી શ્રમિકનો મૃતદેહ મળ્યો છે. આ સાથે ખિસ્સામાંથી 28 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા. મૃતદેહના ખિસ્સામાંથી મળેલા ડોક્યુમેન્ટના આધારે તેમનું નામ મોહનલાલ શર્મા છે અને તે ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેઓ ગોરખપુર જતી ટ્રેનમાં બેઠા હતા. હજુ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે ગોરખપુરની આ ટ્રેનનું સ્ટેશન છેલ્લું હતું.

  • ઝાંસી રેલ્વે સ્ટેશન પર શ્રમિક ટ્રેનમાં મળ્યો મૃતદેહ
  • ખિસ્સામાંથી મળેલા ડોક્યૂમેન્ટ્સના આધારે થઈ ઓળખ
  • ખિસ્સામાંથી 28000 રૂપિયા પણ મળ્યા


બુધવારે ટ્રેન ઝાંસી પરત ફરી રહી હતી. ગુરુવારે રેલ્વે કર્મચારી તેને ફરી વખતની યાત્રા માટે સેનેટાઈઝ કરી રહ્યા હતા. આ સમયે તેમને બાથરૂમમાં મોહનલાલ શર્માનો મૃતદેહ મળ્યો. તેઓએ અધિકારીઓને જાણ કરી. મોહનલાલ શર્માએ કહ્યું કે ઝાંસી પોલિસે સરપંચને ફોન કરીને મોહનલાલના મોતની જાણકારી આપી હતી. તેમની પાસેના 28000 રૂપિયા કેશ, સાબુ અને કેટલીક બુક્સ હતી. મુંબઈમાં કામ ન મળ્યા બાદ મોહનલાલ વસ્તુઓ સાથે ઝાંસી જઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

પોલીસે જણાવી આ વાત

ઝાંસી પોલીસે કહ્યું છે કે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેને પરિવારને સોંપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Body Migrants Shramik Special Train jhansi up workers એક્સપ્રેસ ટ્રેન ઝાંસી ટ્રેન મૃતદેહ રૂપિયા શ્રમિક coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ