બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 PM, 11 January 2025
યુપીના નોઈડામાં છોલે-ભટૂરનો સ્ટોલ ચલાવીને ગુજરાન ચલાવીને રહેલા બે યુવાનોનો જીવ છોલે જ લીધો. નોઈડાના સેક્ટર 70ના બસાઈ ગામમાં ભાડાના મકાનમાં રહેતાં ઉપેન્દ્ર અને શિવમ નામના બે જવાનજોધ યુવાનો છોલે-ભટૂરે અને કૂલાચેનો સ્ટોલ ચલાવતા હતા. તેમણે રાતે બાફવા માટે છોલે ભરેલું એક મોટું વાસણ ગેસની સગડી પર મૂક્યું હતું અને ચાલુ ગેસે તેઓ સુવા જતાં રહ્યાં પરિણામે આખી રાત ગેસ ચાલતો રહ્યો અને રુમમાં ઝેરી ધૂમાડો (કાર્બન મોનોક્સાઈડ) ફેલાયો હતો જેનાથી બન્નેને ગૂંગળામણ થઈ અને થોડા સમયમાં બન્નેના મોત થયાં હતા.
ADVERTISEMENT
ગેસની સગડી પર છોલે બાફવા મૂકીને સુઈ ગયાં
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શુક્રવારે રાત્રે સ્ટવ પર રાંધવાનું વાસણ મૂક્યાં બાદ તેઓ ગેસ ચાલુ રાખીને સૂઈ ગયા હતા. સગડી પર ' છોલે ' (ચણા) રાંધવાનું ચાલુ રાખતાં રૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ઘરનો દરવાજો બંધ હોવાથી રુમમાં ઓક્સિજન ઘટી ગયો હતો. આ સળગતા ખોરાકમાંથી નીકળતા ધુમાડા સાથે મળીને ઘર મોટા પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ થઈ ગયું હતું.
ADVERTISEMENT
ઘૂમાડો જોતાં પડોશીઓ દોડી આવ્યાં
થોડા કલાકો પછી જ્યારે પડોશીઓએ ધુમાડો જોયો, ત્યારે તેઓએ ઘરનો દરવાજો તોડી નાખ્યો અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
શું છે કાર્બન મોનોક્સાઈડ
કાર્બન મોનોક્સાઇડ એ એક ઝેરી ગેસ છે જે ગંધહીન છે. તે કાર અથવા ટ્રક, સ્ટોવ, ઓવન, ગ્રીલ અને જનરેટરમાં બળતણ બાળતી વખતે હવામાં ફેલાય છે જેને શ્વાસમાં લેવો જોખમી છે અને માણસનું મોત પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
યુવાનો માટે રેડ એલર્ટ / હોટલમાં ગર્લફ્રેન્ડ બોલાવી, દારુ સાથે યૌન વર્ધક દવાઓ લેતાં યુવાનનું દર્દનાક મોત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT