બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UP: Hapur A Resident Of Chamri Has Received An Electricity Bill Of Rupees 128 Crore

બેદરકારી / ઉ.પ્રના દંપતીને કડવો અનુભવ, વીજ વિભાગે ફટકાર્યું મોટું બીલ કે આંકડો જાણી આશ્ચર્ય થશે

vtvAdmin

Last Updated: 04:13 PM, 21 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ વીજળી વિભાગ ખોટા બીલને લઇને હાલ ચર્ચામાં છે. યૂપી વીજ વિભાગે હાપુરના ચમરી ગામમાં રહેતા વૃદ્ધ શમીમને ઘરનું લાઈટ બીલ બે-પાંચ હજાર કે, એક-બે લાખ નહીં પરંતુ 128 કરોડ પકડાવી દીધું. અને મોટી વાત તો એ છે કે, જે બિલ આપાયું છે તેમાં મહિનામાં માત્ર 2 કિલોવોટ વીજળીનો ઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ છે.

પીડિત વૃદ્ધ ખોટા બિલને લઇ છેલ્લા કેટલાય દિવસથી વીજળી વિભાગના ચક્કર લગાવી રહ્યા છે. આ વિશે શમીમે જણાવ્યું હતું કે, મહિનાનું તેનું બિલ 700-800 રૂપિયા આવે છે પણ હવે ઈલેક્ટ્રીસીટી ડિપાર્ટમેન્ટની ભૂલના કારણે મારે સમગ્ર હાપુરનું બિલ ભરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. 

તેણે લાઈટ અને પંખાનો ઉપયોગ કરવા સિવાય કહ્યું હતું કે, વિજળી વિભાગ અમને બિલ ભરવા માટે કહી રહ્યું છે પણ મારા જેવા ગરીબ માણસે આટલું બિલ કેમ ભરવું. આટલુ જ નહીં આ બીલની રકમની ભરવાઈ ન કરતા તેના ઘરનું વીજ કનેકશન પણ કાપી લેવામાં આવ્યુ. 

શમીમનો આરોપ છે કે, આ મામલે વીજ વિભાગને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતુ નથી. શમીમ પોતાના ઘરમાં એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરે છે. તેમ છતા મસમોટુ બીલ આવ્યુ. ગરીબીમાં જીવતા શીમમ હવે વીજ વિભાગની ગંભીર બેદરકારીના કારણે હેરાન પરેશાન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Electricity department Hapur uttar pradesh ગુજરાતી ન્યૂઝ Carelessness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ