બ્રેકિંગ ન્યુઝ
VTV / up gov on Delhi Pollution says air is polluted because of pakistan industries supreme replied funny statement
Mayur
Last Updated: 12:20 PM, 3 December 2021
ADVERTISEMENT
દિલ્હી-NCR માં ખતરનાક્ વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની ફરી એક વખત ક્લાસ લીધી હતી.
પ્રદૂષણ રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને 24 કલાકમાં પ્લાન રેડી કરી આવવા કહ્યું હતું. આજે ફરી આ મામલે સુનાવણી થઈ હતી.
ADVERTISEMENT
આ સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી આવતી પ્રદૂષિત હવા દિલ્હીને અસર કરી રહી છે. યુપી સરકારે તર્ક લગાવ્યો હતો કે યુપીના ઉદ્યોગોનો ધુમાડો દિલ્હી તરફ નથી જતો. પરંતુ તે તો બીજી જ તરફ જતો રહે છે.
CJI એ સામે સવાલ પૂછ્યો
આ વાત આવતા જ સુનાવણી દરમિયાન થોડી હળવી ક્ષણો પણ સર્જાઇ હતી. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી વકીલ રંજિત કુમારે કહ્યું હતું કે અમારી તરફથી હવા દિલ્હી નથી આવતી. અમે પોતે હવાના વહેણની દિશામાં છીએ. હવા [પાકિસ્તાન તરફથી આવી રહી છે. જેની સેમ ચીફ જસ્ટિસ સીવી રમન્નાએ મજાકમાં પૂછ્યું હતું કે તો શું તમે પાકિસ્તાનનાં ઉદ્યોગ પણ બંધ કરાવવા માંગો છો?
Delhi-NCR air pollution matter in Supreme Court | Delhi government says that to prepare and counter the Covid-19 3rd wave, it had started to revamp its hospital infrastructure and started construction of 7 new hospitals, but due to construction ban work has stopped.
— ANI (@ANI) December 3, 2021
આવતા શુક્રવારે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે આવતા શુક્રવારે ફરી સુનાવણી થશે. કોર્ટે યુપી સરકારને કહ્યું હતું કે શેરડી કે દૂધ અને ખાંડના કારખાનાઓ લાંબો સમય ચાલુ રાખવાની માંગ લઈને ટાસ્ક ફોર્સ કમિટી સામે અરજી કરવામાં આવે. આ સિવાય સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા હોસ્પિટલ્સના નિર્માણકાર્ય ને ચાલુ રાખવાની પરમીશન આપી દીધી હતી.
એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના
સુનાવણી પહેલા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું છે કે તેમણે હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના નિર્દેશોના પાલન પર દેખરેખ રાખવા માટે એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે. 17 સભ્યોની ફ્લાઈંગ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દરરોજ સાંજે 6 વાગ્યે રિપોર્ટ લેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ પહેલ પર સંતોષ વ્યક્ત કર્યો છે.
દિલ્હી સરકારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને શહેરની હોસ્પિટલોમાં બાંધકામ માટે પરવાનગી માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં દિલ્હી સરકારે કહ્યું કે કોરોનાના ત્રીજા મોજાને જોતા તેણે કેટલીક જૂની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત સાત નવી હોસ્પિટલના નિર્માણનું કામ પણ ચાલી રહ્યું હતું પરંતુ વધતા પ્રદૂષણને કારણે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન ફરીથી કોરોનાના નવા વેરિયન્ટે ટેન્શન વધાર્યું છે. આવી સ્થિતિમાં દિલ્હીની હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓ વધારવી જરૂરી બની ગઈ છે. તેથી હવે બાંધકામની મંજૂરી આપવા માટે દિલ્હી સરકારને બાદમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.