યુપીમાં ધર્માંતરણ માટે સલાઉદ્દીનની ધરપકડનો મામલે હવે નવો ખુલાસો થયો છે.
યુપીમાં ધર્માંતરણ મામલે ખુલાસો
સલાઉદ્દીનના એકાઉન્ટન્ટની પૂછપરછમાં ખુલાસો
યુકેના ટ્રસ્ટ પાસેથી મેળવ્યું હતું કરોડોનું ફંડ
સલાઉદ્દીનના એકાઉન્ટન્ટની કડક પૂછપરછમાં યુકેના ટ્રસ્ટ પાસેથી 2.50 કરોડનું ફંડ મળ્યાનો ખુલાસો થયો છે. યુકેના ફંડમાંથી 42 લાખ હવાલાથી યુપી મોકલ્યા હતા. મળતી માહિતી મુજબ સલાઉદ્દીન ગરીબ કર્મીઓના નામે જમીન-મિલકત ખરીદતો હતો.
મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવાતી
યુપીમાં રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરાઇ છે. અને કાર્યવાહી ચાલું છે. ત્યારે મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા.
ધર્માતરણમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું
આરોપી ઉમર ગૌતમ પહેલા હિન્દૂ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. ત્યારે આ ષડયંત્રમાં તપાસ કરતા ગુજરાત કનેક્શન સામે આવ્યું. જે બાદ ગુજરાત ATS અને UP ATSની મદદથી અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી.
સલાઉદ્દીન શેખ નામના શખ્સની પોલીસે કરી ધરપકડ
આરોપી ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ગુજરાત ATS પકડેલા સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા UP માં દાખલ થયેલ ધર્માંતરણ કેસમાં 10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે.
ઉત્તર પ્રદેશથી ઝડપાયું મોટું રેકેટ
આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ફંડિંગ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે અન્ય બીજા કનેક્શન છે.