બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / '1 કરોડ આપો તોય રાહુલ ગાંધીએ સીવેલું જોડું નથી આપવું', મોચીએ ફગાવી 10 લાખની ઓફર

મોચીએ દિલ જીત્યાં / '1 કરોડ આપો તોય રાહુલ ગાંધીએ સીવેલું જોડું નથી આપવું', મોચીએ ફગાવી 10 લાખની ઓફર

Last Updated: 05:58 PM, 1 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ યુપીના એક મોચીની ચર્ચા ચાલી રહી છે. આ મોચી 10 લાખમાં પણ એક ખાસ જોડું આપવા તૈયાર થયા નહોતા.

યુપીના સુલતાનપુરના મોચી રામ ચેતને લખપતિ બની જતાં વાર ન લાગેત પરંતુ તેમણે પૈસાને બદલે યાદગીરી જાળવી રાખવાનું પસંદ કર્યું. હકીકતમાં થોડા દિવસો પહેલા કોર્ટ સુનાવણીમાં હાજર રહેવા માટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સુલતાનપુર આવ્યાં હતા અને અહીં રોડ સાઈડ પગરખાં સીવી રહેલા એક મોચની દુકાને અટક્યાં હતા અને એક પગરખું પણ સીવ્યું હતું આ તસવીર વાયરલ થયા બાદ રાહુલે સીવેલું જોડું ખરીદવા માટે રામ ચેત પાસેથી મોટી મોટી ઓફરો આવી રહી છે. આવી એક ઓફરમાં એક વ્યક્તિએ રામ ચેતને રાહુલ ગાંધીના હાથે સીવાયેલું જોડુ લેવા માટે 10 લાખની માતબર રકમની ઓફર કરી હતી પરંતુ રામ ચેતે આ જોડું આપવાનો ઈન્કાર કરી દીધો કારણ કે તેમને આ યાદગીરી જાળવી રાખવી હતી એટલે 10 લાખમાં પણ આ જોડું આપવાની ના પાડી.

રાહુલ ગાંધીએ મોચીને આપ્યું સિલાઈ મશીન

માનહાનિના કેસમાં કોર્ટની સુનાવણીમાં હાજરી આપવા સુલતાનપુરમાં લોકસભામાં વિપક્ષના નેતા રામ ચેતની દુકાન પાસે રોકાયા હતા. આ ટૂંકા વિરામ દરમિયાન રાહુલ ગાંધી મોચી પાસેથી તેમના ધંધાની માહિતી મેળવી હતી અને જોડ઼ું સીવ્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો. દિલ્હી પહોંચીને બીજા દિવસે રાહુલ ગાંધીએ રામ ચેતીને લાઈટથી ચાલતું મશીન મોકલાવ્યું હતું.

ગમે તેટલા આપો તો પણ રાહુલે સીવેલું પગરખું નથી આપવું-મોચી

મોચીએ કહ્યું કે કોંગ્રેસ નેતાની મુલાકાત બાદ તેમનું જીવન બદલાઈ ગયું છે. "લોકો તેમની બાઈક, કાર રોકી રહ્યા છે અને મને બોલાવે છે. તેમણે મને ઘણું સન્માન આપ્યું છે. મોચીને તે દિવસે મિસ્ટર ગાંધીએ સિલાઇ કરેલા પગરખાં માટે મોટી ઑફરો મળી રહી છે, જેમાં એક કૉલર ₹ 10 લાખ જેટલી ઑફર કરે છે . "ઓફર મોટી બની રહી છે. તે ₹ 5 લાખથી શરૂ થઈ હતી અને હવે વધીને ₹ 10 લાખ થઈ ગઈ છે. એક કૉલરે મને રોકડ ભરેલી બેગ ઓફર કરી, પણ મેં ના પાડી. હું તેને વેચીશ નહીં. રામ ચેતે એવું પણ કહ્યું કે આ પગરખુ જે પણ માલિકનું હોય તેને પણ હું પાછું નહીં આપું તેને બદલે તેની આખી કિંમત ચૂકવી આપીને મારી પાસે રાખી લઈશ.

ઝૂંપડીએ અધિકારીઓના વધ્યાં આંટા-ફેરા

મોચી રામ ચેત એક કામચલાઉ ઝૂંપડીમાં રહે છે જેમાં લાઈટની પણ સગવડ નથી. રાહુલ ગાંધી સાથે રામ ચેતનો ફોટો વાયરલ થયાં બાદ અધિકારીઓએ તેમની ઝૂંપડીના ચક્કર લગાવવાનું શરૂ કર્યું છે. પ્રશાસનના લોકો હવે આવીને મને મારી સમસ્યાઓ વિશે પૂછે છે. પહેલાં તેઓ ક્યારેય આવતાં નહોતા પરંતુ હવે તેમના આંટા-ફેરા વધી ગયાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Cobbler Mended shoes Rahul Gandhi Mended Shoes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ