બોર્ડની પરીક્ષામાં હેમખેમ પોતાનું સંતાન પાસ થઈ જાય તેવી લગભગ દરેક વાલીની ઈચ્છા હોય છે. પણ આ સંતાનો જ્યારે પરીક્ષામાં બેસે છે અને પેપરમાં ન આવડતું પૂછાય છે, ત્યારે જે પોતાની કલાકારીગરીનો પરિચય આપે છે .
પ્રશ્નોના જવાબ ન આવડતા વિદ્યાર્થીઓ બહાના લખવા લાગે છે
નિરીક્ષકો પણ ટેન્શન આવી જાય છે, કે આમનું શું કરવું ?
બોર્ડની પરીક્ષામાં હેમખેમ પોતાનું સંતાન પાસ થઈ જાય તેવી લગભગ દરેક વાલીની ઈચ્છા હોય છે. પણ આ સંતાનો જ્યારે પરીક્ષામાં બેસે છે અને પેપરમાં ન આવડતું પૂછાય છે, ત્યારે જે પોતાની કલાકારીગરીનો પરિચય આપે છે અને પોતાની અંદર રહેલી સર્જન શક્તિનો પરિચય નીરિક્ષકોને કરાવે છે, ત્યારે હસવું તો આવી જાય છે, પણ સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની વેદના પણ ઠાલવતા હોય છે. ત્યારે આવા સમયે નીરિક્ષકો પણ બેઘડી વિચારવા લાગે છે, તો આખરે આમનું શું કરવું ?
એક છોકરીએ લખી ગજબની વાત
યુપી બોર્ડની હાઈસ્કૂલ અને ઈંટરમીડિએટની ઉત્તરવહીમાં પરીક્ષાર્થીઓ દ્વારા અવનવી વાતો લખવામાં આવે છે. આગરામાં ગુરૂવારે હાઈસ્કૂલના અંગ્રેજી વિષયની ઉત્તરવહીમાં પરીક્ષાર્થી તરફથી લખવામાં આવ્યું હતું કે, માંડ માંડ કરીને મારા સંબંધ નક્કી થયા અને લગ્ન થવાના છે. સાસરિયાવાળા મને આગળ ભણાવવા માગે છે, કામનું ભારણ પણ વધારે છે. ભણતર યોગ્ય રીતે થઈ શક્યું નથી. સર પ્લીઝ પાસ કરી દેજો, સાસરિયામાં આબરૂ બચી જશે.
વિદ્યાર્થીઓ જવાબની જગ્યાએ પોતાની વેદના ઠાલવે છે
હાઈસ્કૂલના વિજ્ઞાન વિષયની ઉત્તરવહીમાં પરીક્ષાર્થીઓ તરફથી લખવામાં આવ્યું હતું કે, મારી તબિયત ખરાબ હતી, ડોક્ટર્સને બતાવ્યું તો, તેમણે એવી દવા આપી કે, મને પોલિયો થઈ ગયો. મા-બાપ નિ:સહાય છે. મહેરબાની કરીને મને પાસ કરી દેજો, જેનાથી મા-બાપનો સહારો બની શકું. નિરીક્ષકો આ પ્રકારના જવાબ વાંચીને એકબીજા સાથે શેર કરતા હોય છે. જો કે, હવે આ વિષય નીરીક્ષકોની વચ્ચે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાયોગિક પરીક્ષામાં જઈ રહ્યા છે પરીક્ષકો, મૂલ્યાંકન પર અસર પડી
યુપી બોર્ડની બીજા તબક્કાની ઈંટરમીડિયેટ પ્રાયોગિક પરીક્ષાઓ 27 એપ્રિલથી શરૂ થઈ છે. હવે આગરા જિલ્લાના શિક્ષકો બીજા જિલ્લામાં પરીક્ષક તરીકે પ્રાયોગિક પરીક્ષા કરાવા જઈ રહ્યા છે. પરીક્ષકોની કમીની અસર મૂલ્યાંકન પર પડશે. ગુરૂવારે પાંચેય મૂલ્યાંકન કેન્દ્રો પર 2292માંથી 1368 પરીક્ષકોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.