બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લગ્ન કર્યાને હજુ 5 જ દિવસ થયા, ત્યાં તો સાસરીના બાથરૂમમાંથી મળી આવી વહુની લાશ, કારણ જાણી ચોંકી જશો
Last Updated: 11:06 AM, 28 November 2024
Gas Geyser Blast : આપણે દરરોજ સમાચારમાં પરિણીતાના કોઈને કોઈ કારણસર કે ઘરકંકાસમાં મોતના સમાચાર જોતાં હોઈએ છીએ. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. વાસ્તવમાં UPના બરેલીમાં બાથરૂમમાં નહાતી વખતે ગીઝર ફાટતાં એક નવપરિણીત મહિલાનું મોત થયું હતું. વિગતો મુજબ 5 દિવસ પહેલા જ લગ્ન થયા બાદ નવપરિણીત વહુ તેના સાસરે આવી હતી. ગીઝર બ્લાસ્ટના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના બરેલીના ભોજીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલસાણા ચૌધરી ગામના રહેવાસી દીપક યાદવના લગ્ન 22 નવેમ્બરના રોજ બુલંદશહરના કાલે કા નાગલા ગામના રહેવાસી સૂરજપાલની પુત્રી દામિની સાથે થયા હતા. બુધવારે દામિની રાબેતા મુજબ ન્હાવા માટે બાથરૂમમાં ગઈ હતી, પરંતુ મોડી રાત સુધી બહાર ન આવી. પતિ દીપકે દામિનીને ઘણી વાર ફોન કર્યો પરંતુ દામિનીએ ન તો દીપકની વાતનો જવાબ આપ્યો કે ન તો બાથરૂમનો ગેટ ખોલ્યો.
ADVERTISEMENT
બાથરૂમનો ગેટ તોડ્યો અને પછી .....
આ તરફ દરવાજો ન ખૂલ્યો હોવાની જાણ થતાં જ આખા ઘરના લોકો ડરી ગયા. બધાએ જોરથી દામિની માટે બૂમો પાડી, પણ તેમ છતાં ગેટ ખૂલ્યો નહીં. પરિવારના સભ્યો કોઈ અપ્રિય ઘટનાની ચિંતા કરવા લાગ્યા. પરિવારજનોએ બાથરૂમનો ગેટ તોડી નાખ્યો હતો. ગેટ તૂટતાં જ બધાની આંખો પહોળી થઈ ગઈ. સાસરિયાઓએ જોયું કે, પુત્રવધૂ દામિની જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી અને ગીઝર પણ ફાટી ગયું હતું. પરિવારજનો દામિનીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી.
વધુ વાંચો : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને ભાજપમાં મહામંથન તેજ, અમિત શાહને મળ્યા આ દિગ્ગજ નેતા
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો મૃતદેહ
આ તરફ ગીઝર ફાટવાને કારણે દામિનીનું મોત થયું હોવાનું સાસરિયાઓએ જણાવ્યું હતું. મેડિકલ કોલેજ પહોંચેલા ભોજીપુરા પોલીસ સ્ટેશને દામિનીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સમગ્ર મામલાને લઈને SI દેવેન્દ્ર સિંહનું કહેવું છે કે, મૃત્યુ અંગે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વાલીઓ પણ આવી પહોંચ્યા હતા. ભોજીપુરાના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર પ્રવીણ સોલંકીએ જણાવ્યું કે, ન્હાતી વખતે ગીઝર ફાટવાથી મોત થયું હોવાનું કહેવાય છે. અમે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.