બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:34 PM, 18 July 2024
દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક્સિસ બેન્કમા કામ કરતી 27 વર્ષીય યુવતી શિવાની ત્યાગીએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. શિવાની એક સુસાઈડ નોટ મૂકતી ગઈ છે જેમાં તેણે આપઘાતનું કારણ લખ્યું છે.
ADVERTISEMENT
શું લખ્યું શિવાનીએ
શિવાનીએ પોતાના આપઘાત માટે બેન્કના કર્મચારીઓ જવાબદાર ઠેરવ્યાં છે. હકીકતમાં શિવાની ગાઝિયાબાદની એક્સિસ બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કના કર્મચારીઓ શિવાનીને બોડિંગ શેમિંગના મેણા મારતા હતા અને તેના શરીર પર અભદ્ર કોમેન્ટ કરતાં હતા તથા તેને ધમકાવતાં હતા અને તેને માનસિક ત્રાસ આપતાં હતા. આ બધાથી કંટાળીને તેણે આપઘાત કર્યો હતો.
ADVERTISEMENT
બેન્કમાં શિવાની બની બોડી શેમિંગનો ભોગ
શિવાની એક્સિસ બેંકની નોઈડા સ્થિત શાખામાં રિલેશનશિપ મેનેજર હતી. ગાઝિયાબાદના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, જ્ઞાનંજય સિંઘે જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે તેણીને તેના કાર્યસ્થળ પર શારીરિક શરમજનક, ધમકાવવામાં આવી હતી અને હેરાન કરવામાં આવી હતી. તેના રૂમમાંથી એક કથિત સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણીના અપમાનની વિગતો છે. શિવાનીએ સુસાઈડ નોટમાં પાંચ લોકોના નામ લખ્યાં છે. શરુઆતમાં શિવાનીએ પરિવારને આની જાણ કરી નહોતી પરંતુ આખરે ન રહેવાતાં ઘરનાને કહ્યું હતું. બેન્કના કર્મચારીઓના મેણા અને માનસિક ત્રાસ હદ બહાર જતાં શિવાનીએ આપઘાત કરી લીધો હતો.
શિવાનીના ભાઈ ગૌરવે શું કહ્યું
શિવાનીના ભાઈ ગૌરવે કહ્યું બેન્કમાં એક મહિલા કર્મચારી શિવાનીના ડ્રેસ, તેની ખાવાની રીતો અને બોલવાની રીત પર ખોટી કોમેન્ટ કર્યાં કરતી હતી. ઘણા લોકો શિવાનીને નહોતા ગમાડતાં. એક મહિલાએ શિવાની પર હુમલો કર્યો હતો ત્યારે શિવાનીએ પણ તેને ઝાપટ મારી હતી. આ પછી તેણે ઘણી વાર રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે કંપની તેને નકારી કાઢતી હતી. થપ્પડની ઘટના પછી, બેન્કે શિવાનીને કથિત રીતે ટર્મિનેશન નોટિસ આપી હતી જે તેના માટે પ્રાણઘાતક નીવડી અને તેણે આપઘાત કરી લીધો. શિવાનીએ ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ તેના પર કાર્યવાહી કરી ન હતી, તેના પરિવારનો આરોપ છે.
વધુ વાંચો : '1 કરોડ લઈને ગઈ પછી ઈન્સ્ટા પર જલવો' ! શહીદની પત્ની ટ્રોલ, પણ સચ્ચાઈ જુદી નીકળી
શું છે બોડી શેમિંગ
સૌથી પહેલા તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બોડી શેમિંગ શું છે? વ્યક્તિની ઊંચાઈ, સ્થૂળતા, ઉંમર, સુંદરતા કે અન્ય કોઈ બાબત પર ખોટી ટિપ્પણી કરવી એ બોડી શેમિંગ કહેવાય છે. જો કોઈ વ્યક્તિ સાથે આવું કરે છે, તો તે પીડિત પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે.
બોડી શેમિંગ કેવી રીતે ટાળવું
- તમારી જાતને પ્રેમ કરો, કોઈનું બોલેલું ક્યારેક પણ મનમાં ન લેશો
- ભગવાને તમને જેવું પણ શરીર આપ્યું હોય તેની કદર કરો
- ખુલ્લા મનવાળા લોકો સાથે મિત્રતા કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.