up 13 year old raped and murdered in lakhimpur kheri
ગેંગરેપ /
યૂપીના લખીમપુરમાં 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હેવાનોએ કર્યું આ કાળજું કંપાવી દેનારું કામ....
Team VTV08:37 AM, 16 Aug 20
| Updated: 09:00 AM, 16 Aug 20
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કાળજુ કંપાવી દેનારો અને માણસાઈને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 13 વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ હેવાનોએ બાળકીની આંખો ફોડી દીધી અને તેની જીભ પણ કાપી નાંખી. તેના ગળામાં ફાંદો બનાવીને તેને ઘસડીને ખેતરમાં લઈ ગયા, ઘટનાની ફરિયાદ ઈસાનગર પોલીસ સ્ટેશનમાં પરિવારે નોંધાવી છે. પોલીસ ફરિયાદ બાદ તપાસમાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં 13 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ
લખીમપુર ખીરીના ઇસાનગર વિસ્તારમાં બાળકી સાથે સામુહિક દુષ્કર્મ
પરિવાર વાળાઓએ લાંબા સમય સુધી દીકરી ન મળતાં તપાસ શરૂ કરી. પોલીસમાં પણ ફરિયાદ કરી. આખરે શેરડીના ખેતરમાંથી દીકરીનો મૃતદેહ મળ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. રિપોર્ટમાં ગેંગરેપની વાત સામે આવી છે. ત્યારબાદ પોલીસે 2 લોકોને હત્યાના આરોપમાં પકડી લીધા છે.
શું છે સમગ્ર ઘટના
લખીમપુરના ખીરી જિલ્લામાં ઈસાનગર વિસ્તારમાં પકરિયા ગામમાં રહેનારી 13 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરેથી શૌચક્રિયા માટે ખેતરમાં ગઈ હતી. ત્યારે ગામના 2 યુવકોએ તેની સાથે રેપ કર્યો અને તેની હત્યા પણ કરી. મોત પહેલાં બાળકી અસહ્ય દર્દ અનુભવી રહી હતી. તેની આંખો પણ ફોડી દીધી અને તેની જીભ પણ કાપી નાંખી હતી. એટલું જ નહીં તેના ગળામાં ફંદો નાંખીને તેને ઘસડીને લઈ ગયા. આરોપીઓ બાળકીને ખેતરમાં જ ફેંકીને ભાગી ગયા હતા
ગામના 2 યુવકોની થઈ ધરપકડ
પરિવારના લોકોએ ગામના 2 વ્યક્તિઓ સંતોષ યાદવ અને સંજય ગૌતમ પર બાળકીના રેપ અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બાળકીના પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે જેમાં તેની સાથે ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું છે.
માયાવતીનો યોગી સરકાર પર પ્રહાર
બીએસપીના પ્રમુખ માયાવતીએ આ ઘટનાને લઈને યોગી સરકાર પર પ્રહાર કર્યો છે. તેઓએ ટ્વિટર પર લખ્યું કે યૂપીના લખીમપુરમાં પકરિયા ગામમાં નાબાલિગ યુવતીના બળાત્કાર બાદ તેની નૃશંસ હત્યા દુઃખદાયી અને શરમજનક છે. આવી ઘટનાઓથી સમાજવાદી પાર્ટી અને હાલની ભાજપ સરકારમાં અંતર શું, સરકાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.