Unseen photos of Athiya Shetty and KL Rahuls wedding
PHOTOS /
આથિયા શેટ્ટી અને KL રાહુલના લગ્નના અનસીન ફોટો આવ્યા સામે, એક બીજાના પ્રેમમાં ગળાડૂબ દેખાયું કપલ
Team VTV01:10 PM, 28 Jan 23
| Updated: 01:11 PM, 28 Jan 23
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. હવે આ કપલ હંમેશા માટે એક બીજાનું થઈ ગયું છે. આ વચ્ચે આથિયાએ અમુક અનસીન ફોટો શેર કર્યા છે.
આથિયા અને કેએલ રાહુલે કરી લીધા લગ્ન
એક્ટ્રેસે શેર કર્યા અનસીન ફોટો
સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ બંન્ને હંમેશા હંમેશા માટે એક બીજાના થઈ ગયા છે. બંન્નેના લગ્ન થઈ ચુક્યા છે અને હવે આથિયા કેએલ રાહુલની પત્ની છે. લગ્ન બાદથી જ આ કપલ પોતાના લગ્નના અનસીન ફોટો સોશિયલ મીડિયા પર સમય સમયે શેર કરી રહ્યા છે.
હવે આથિયાએ લગ્ન પહેલાની વિધિઓના અનસીન ફોટો શેર કરી તેની એક ઝલક ફેંસને બતાવી છે. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફોટો જોઈ ફેંસની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.
લગ્નની વિધિના ફોટો કર્યા શેર
જણાવી દઈએ કે એક્ટ્રેસે પહેલા હલદી સેરેમનીની તસવીરો શેર કરી હતી. હવે આ વચ્ચે આથિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્ન પહેલાની અમુક વિધિઓના ફોટો શેર કર્યા છે. જે ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફક્ત 44 મિનિટમાં આથિયાની આ પોસ્ટને 216,779 લાઈક્સ મળી ચુકી છે.
ફોટોમાં જોઈ શકાય છે કે આથિયા સાડીમાં ખૂબજ સિમ્પલ અને સુંદર લાગી રહી છે. તેની માતા પોતાની દિકરીની આરતીને પ્રેમથી આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે. માતા-દિકરીની આ તસવીર ખૂબ જ સુંદર છે.
પ્રેમમાં ગળાડૂબ દેખાયા કપલ
ત્યાં જ એક તસવીરમાં આથિયા અને કેએલ રાહુલ એક બીજાને ગળે વળગીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જોકે આ તસવીરમાં બન્નેના ચહેરા નથી દેખાઈ રહ્યા પરંતુ આ ખૂબ જ સુંદર તસવીર છે.