બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અન્ય જિલ્લા / ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ચોમાસા જેવો માહોલ સર્જાયો

ઉનાળે મેઘાડંબર / ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ચોમાસા જેવો માહોલ સર્જાયો

Last Updated: 09:50 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સાબરકાંઠામાં પણ ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠામા જો કે તોફાની વરસાદ પડ્યો હતો. પહેલા ભારે પવન સાથે મેઘાડંબર રચાયું હતું અને ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

Gujarat માં હાલ વાતાવરણમાં કંઇક વિચિત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર ભર ઉનાળે વરસાદ પડે છે. તો ક્યારેક શિયાળામાં પણ વરસાદ પડે છે. આવી જ સ્થિતિ આ ઉનાળે પણ જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભિલોડામાં ભર ઉનાળે ઝરમર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે કમોસમી વરસાદને કારણે નાગરિકોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી હતી. 40 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે વરસાદના કારણે લોકોને થોડી રાહત મળી હતી.

સાબરકાંઠામાં ભરઉનાળે કમોસમી વરસાદ

ગુજરાતના સાબરકાંઠામાં પણ ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠામા જો કે તોફાની વરસાદ પડ્યો હતો. પહેલા ભારે પવન સાથે મેઘાડંબર રચાયું હતું અને ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વિજયનગર વડાલી ઇડર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણમાંપ લટો આવ્યો હતો. અચાનક ભરબપોરે બળબળતી બપોરે વરસાદ પડવાના કારણે લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ હતી.

2 દિવસ પહેલા ભાવનગરમાં પણ થયો હતો વરસાદ

ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. રાત્રિના સમયે સિહોર તાલુકાના સોનગઢ-જીથરી પટ્ટામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે સિહોર, મહુવા, તળાજા અને ગારિયાધારમાં પવન ફૂંકાયો હતો. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. ભાવનગરમાં માવઠાંની અસરના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rain Arvalli Sabarkantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ