બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / આ વખતે ચોમાસુ વહેલું આવશે? આગાહી છતાં જણસ સાચવવામાં બેદરકારી કેમ?
Last Updated: 09:25 PM, 14 May 2024
ગુજરાતમાં ચારેબાજુ કમોસમી વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા પહેલા મે મહિનામાં કમોસમી વરસાદ સ્વભાવિક છે પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે એ ચિંતાનો વિષય છે. સોમવારે જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે વધુ માર બાગાયતી પાકને પડ્યો તો અત્યારે લણણી શરૂ કરનાર ખેડૂતોને પણ નુકસાની સહન કરવી પડે એવી સ્થિતિ છે. સરકારને સરવે રિપોર્ટ 17 તારીખ સુધીમાં અપાશે કારણ કે હવામાન વિભાગ તરફથી 16 તારીખ સુધી તો કમોસમી વરસાદની આગાહી છે. મોટેભાગે આ પ્રકારે જ્યારે વરસાદ પડે અને પાકને નુકસાન થાય એવા કિસ્સામાં ખેડૂતોને મોટેભાગે વળતર માટે રાહ જોવાની સ્થિતિ આવતી હોય છે. હાલ તો સરકારને સત્તાપક્ષના નેતાઓ પણ પત્ર લખીને સ્થિતિથી માહિતગાર કરી રહ્યા છે ત્યારે બીજી બાજુના પ્રશ્નની પણ ખાસ ચર્ચા જરૂરી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ એવું બન્યું કે હવામાન વિભાગની આગાહી છતા APMC જણસીને સાચવવામાં નિષ્ફળ ગઈ અને વરસાદ પડતા ઘણું ખરું અનાજ પલળી ગયું. હવે આવી બેદરકારી થાય ત્યાં જવાબ આપે કોણ અને જવાબ માંગવો પણ કોની પાસે. ત્યારે સવાલ એ છે કે આ મારથી બેઠા કેમ થવું
ADVERTISEMENT
કમોસમી વરસાદ
ADVERTISEMENT
રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પાકને નુકસાન થયું તેમજ 16મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. ચોમાસુ વહેલું આવે એવી પણ શક્યતા છે.
બેદરકારીને કારણે નુકસાની?
સાણંદ
સાણંદ APMCમાં પાકને નુકસાનીથી બચાવવા કોઈ વ્યવસ્થા નહતી. ખુલ્લામાં રહેલું 100 ટન અનાજ પલળી ગયું. યાર્ડને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી છતા સાણંદ APMC તરફથી પગલા ન લેવાયા
દાહોદ
APMC તરફથી એડવાઈઝરી જારી કરાઈ હતી. દાહોદમાં સાંજે અચાનક જ વરસાદ વરસવા લાગ્યો હતો. વેપારીઓને અનાજ ઢાંકવાનો પણ સમય ન મળ્યો. ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો
ક્યા પાકને નુકસાન?
કેરી
પપૈયા
જામફળ
કેળ
તલ
મકાઈ
મગ
બાજરી
જુવાર
ડાંગર
ઘઉં
ચણા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પ્રાચીન સિદ્ધપીઠ / રાજસ્થાનમાં બિરાજમાન છે ભગવાન બલ્લાલ ગણેશ, જાણો મંદિરનો ઈતિહાસ અને રોચક કથા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.