બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ક્યાંક પતરાંના શેડ પડીકાં થયા, તો ક્યાંક આંધી-કરા સાથે વરસાદનું જોર, જુઓ ગુજરાતમાં વરસાદની તસવીરો

કમોસમી / ક્યાંક પતરાંના શેડ પડીકાં થયા, તો ક્યાંક આંધી-કરા સાથે વરસાદનું જોર, જુઓ ગુજરાતમાં વરસાદની તસવીરો

Last Updated: 04:45 PM, 13 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rainfall: વલસાડમાં ગિરનારા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, પરાડા તાલુકાના ગિરનારા ગામે પવનની તેજ ગતિને કારણે આશ્રમશાળાના પતરા ઉડ્યા તો ગામમાં 15 જેટલા વૃક્ષો પણ નમી ગયા

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદનો આગમન થયો છે. કેટલાક વિસ્તારોમાં કરાનો વરસાદ વરસ્યો છે તો કયાંક વરસાદ સાથે સામાન્ય વંટોળ જોવા મળ્યો છે. વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ભાવનગર, બનાસકાંઠા, બોટાદ, ડાંગ અને નર્મદામાં કોમસી વરસાદ ખાબક્યો છે.

વલસાડમાં પવન સાથે વરસાદ

વલસાડમાં ગિરનારા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે કરા પડવાથી લોકોમાં કૂતુહલનો માહોલ જોવા મળ્યો. કપરાડા તાલુકાના ગિરનારા ગામે પવનની તેજ ગતિને કારણે આશ્રમશાળાના પતરા ઉડ્યા તો ગામમાં 15 જેટલા વૃક્ષો પણ નમી ગયા તો વીજ પોલને પણ ભારે નુકસાન થતા વીજ વિભાગે કામગીરી હાથ ધરી છે. આ સાથે કપરાડા તાલુકાના હુડા ગામે પણ કરા સાથે વરસાદ પડ્યો અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છેે

દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. સેલવાસના ખાનવેલ અને ખેડપા દૂધની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદ પડતા ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની શક્યતા સેવાઈ રહી છે.

40

સાબરકાંઠાના ઇડરના દરામલી વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠાના ઇડરના દરામલી વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે આસપાસ વિસ્તારના ગામડામાં વરસાદ વરસ્યો. વરસાદને લઇ રસ્તાઓ પર પાણી વહેતા થયા.

41

વલભીપુરમાં ગાજવીજ સાથે વરસાદ

ભાવનગર વલભીપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી છે. વલભીપુરના નવાગામ,લોલિયાણા,ખેતાટીંબીમાં વરસાદી માહોલ જોવા મળ્યો. દુદાધાર,હળિયાદ,વાવડી, ઉમરાળાના ચોગઠ,કેરીયા,હડમતાલામાં પણ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

દાંતામાં કમોસમી વરસાદ

બનાસકાંઠાના દાંતામાં કમોસમી વરસાદ વરસ્યો છે. મંડાલી અને માંકડી રોડ ઉપરના કેટલાક વૃક્ષ ધરાશાયી છે. જેના કારણે રસ્તા બંધ થયા છે. કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા છે.

43

બોટાદમાં કમોસમી કમઠાણ

બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન અને કરા સાથે ટાવર રોડ,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ડાંગ જીલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

હવામાનની આગાહી વચ્ચે ડાંગ જીલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો.સાપુતારા,શામગહાન સહિત આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસ્યો વરસાદ. કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ભર ઉનાળે આવેલા વરસાદથી ખેડૂતોમાં સેવાઇ પાક નિષ્ફળ જવાની ભીતિ. તો બીજી તરફ સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ વાતાવરણ પલટાથી ખુશ થયા છે.

rain

વાંચવા જેવું: તો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા? LRD-PSIની ભરતી મુદ્દે હસમુખ પટેલનું મોટું નિવેદન

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ

તો, આ તરફ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ગયો છે. નર્મદાના સરીબાર, કોકમ અને મોહબી ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાને લઇને ખેડૂતોની વધી ચિંતા, વરસાદને કારણે ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે 15 મે સુધી નર્મદામાં વરસાદ વરસવાની આગાહી કરી છે.

rain

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rain Unseasonal Rain Forecast Gujarat Rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ