બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / unseasonal rain in Gujarat on 28th april 2020 said weather forecast department

હવામાનમાં પલટો / કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતમાં 2 દિવસ આકરા તાપ બાદ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Gayatri

Last Updated: 04:36 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બે દિવસ આકરી ગરમી બાદ મૂશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. એક તરફ લોકડાઉનને કારણે બજારો નથી ખુલ્યા અને હવે તૈયાર પાક પલળી જશે તો?

  • આગામી બે દિવસ હીટવેવ, બે દિવસ પડશે વધુ ગરમી
  • હવામાન વિભાગે કરી આગાહી
  • 28 એપ્રિલે પડી શકે વરસાદ

કોરાના કહેર વચ્ચે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં આગામી બે દિવસ આકરી ગરમી પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવી શકે છે. 

કોરોના વાયરને કારણે ગુજરાત સહિત આખી દુનિયાના હાલ બેહાલ બન્યા છે ત્યારે હવામાન વિભાગની વરસાદ અને ગરમીની આગાહીને પગલે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે દ.ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં આકરા તાપ બાદ વરસાદ પડશે. 

કેરીની મજા બગડશે

હાલ કેરીની સિઝન જામી છે ત્યારે આ વરસાદ કેરીમાં સડો લાવશે. લોકડાઉનને કારણે તૈયાર પાક બજારમાં પહોંચ્યો જ નથી એવામાં જો વરસાદ આવશે તો ખેડૂતોએ રાતા પાણીએ રોવું પડશે. ચણા, એરંડા સહિતના પાક હાલ માર્કેટમાં પડ્યા છે. 


28-29 એપ્રિલ રાજ્યમા વરસાદની પડવાની શક્યતા

  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • વલસાડ, નવસારીમાં વરસાદ પડવાની આગાહી
  • ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમા કમોસમી વરસાદની વકી

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Gujarat weather forecast farmer lockdwon unseasonal rain કમોસમી વરસાદ ખેડૂત ગુજરાત લોકડાઉન હવામાન Weather forecasts
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ